લગ્ન મંડપ પહોંચે એ પહેલા જ વરરાજા ની કાર ને અકસ્માત નડયો ! રાજકોટ – જામનગર હાઈવે…
રાજ્ય મા રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત ની ઘટના બની રહી છે ત્યારે હાલ જ એક દુખ ઘટના સામે આવી છે જેમા એક વરરાજા ની કાર નો ગંભીર અકસ્માત સર્જાયો છે જેમા ચાર લોકો ને ઈજાઓ થઈ છે જ્યારે વ્યક્તિ નુ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના રાજકોટ જામનગર હાઇવે પર ધ્રોલ પાસે બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી ખીજડીયા જતી જાન ના વરરાજા ની કાર ને આ અકસ્માત રાજકોટ જામનગર હાઈ વે ના સાંઈ મંદિર ST બસ સાથે આ અકસ્માત થયો હોવાથી વિગતો સામે આવી હતી. આ ઘટના મા ઈજાગ્રસ્ત લોકો ને તાત્કાલિક ધ્રોલ ની સરકારી હોસ્પિટલ મા ખસેડવા આવ્યા હતા જ્યારે બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલે ખસેડવા મા આવ્યા હતા.
ઘટના ની જાણ 108 ની ટીમ ને થતા તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તો ને હોસ્પિટલે ખસેડવા મા આવ્યા હતા આ ઉપરાંત સ્થાનીક લોકો એ પણ મદદ કરી હતી. આ ઘટનામા મૃત્યુ પામનાર વ્યકિત નુ નામ રાજુભાઇ જાણવા મળેલ છે જે કાર મા સવાર હતા આ ઉપરાંત ચાર લોકો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ઘટના અંગે જામનગર ની ગ્રામ્ય પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ મરણ જનારની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

આ ઘટના ની ધૃજાવી દે તેવી તસવીરો સામે આવી હતી જ્યારે હોસ્પિટલ ખાતે મૃતક અને ઈજા પેમાલા સગાઓ એ જણાવ્યું હતુ કે ST ચાલક ની બેદરકારી ને લીધે આ અકસ્માત સર્જાયો હતો. આમ વરસાજા માંડવે પહોંચે એ પહેલા જ અકસ્માત સર્જાયો હતો.
