રાજકોટ : યુવાન ની લાશ બસ મા એવી રીતે મળી કે પોલીસ પણ ચકરાઈ કે હત્યા છે કે આત્મહત્યા…જાણો વિગતે…
આત્મહત્યા અને હત્યાના બનાવોની ઘટના અનેક વખત સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ સુરતથી જામજોધપુર જવા નીકળેલી ન્યૂ ક્રિષ્ના ટ્રાવેલ્સની સ્લીપર કોચમાંથી સોફાબેડ સીટ ઉપર લોહીથી લથપથ એક યુવાનની લાશ મળી આવેલ. આ ઘટના ને પગલે ચકચાર મચી ગયેલો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મૃતકનુ નામ પ્રવિણ રૂપાભાઈ વાઘેલા અને તે જામનગર જિલ્લાના ભોજાબેડી ગામનો વતની છે.
તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, તે સુરતમાં રહી 20 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હતો. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના અંગેની રાત્રિના 12થી સવારે આ હત્યાની જાણ થઈ ત્યાં સુધીના પૂરા સમયના સીસીટીવી કેમેરાના ડીવીઆર પોલીસે કબ્જે કર્યા હતા અને તેમાં આ સમયગાળા દરમિયાન યુવાનને તેની સીટ પાસે જઈને રાત્રિ દરમિયાન કોઈ મળ્યું નહીં હોવાનું પણ સ્પષ્ટ થતા પોલીસ માટે આ બનાવનો ભેદ ઉકેલવો ભારે પડકારરૂપ બન્યો છે.
સીસીટીવી કેમેરા યુવાનની જે સીટ હતી તેની નજીકમાં જ ગોઠવેલા છે. જેમાં તેની આસપાસની હલચલ સ્પષ્ટ રીતે નજરે પડે છે. તેમાં પણ હજુ શંકાસ્પદ મુવમેન્ટ નજરે નહીં પડતા ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખી બસ બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાઈ હતી.આ શંકાસ્પદ બનાવ અંગે પોલીસે પ્રવીણના ભાઈ જીવણભાઈ રૂપાભાઈ વાઘેલાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં કલમ 302 હેઠળ ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે મૃતક પ્રવીણના મોબાઈલની પ્રાથમિક તપાસ કરતા તેમાં છેલ્લે તેણે પોતાના ભાઈ સાથે આશરે 18 મિનિટ વાત કરી હતી. જેમાં તે એક યુવતીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ યુવતીના બીજે લગ્ન થઈ ગયાનું જણાવીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. યુવકે પ્રેમ પ્રકરણને લઈ આપઘાત કર્યાની દૃઢ શંકા હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે