“એકલો પણ એકડો” ગીત પર રાજકોટ ના યુવાને જાહેર મા ભડાકા કાર્યા ! જુઓ વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયાનાં ટ્રેન્ડને ફોલો કરવા યુવાનો ન કરવાનું કરી રહ્યા છે, ખરેખર આ ઘટના ખૂબ જ ચેતવણરૂપ છે. આપણે મીડિયા દ્વારા જાણીએ છે કે, યુવાનો ઇન્સ્ટમાં રિલ્સ બનાવવામાં જીવ જોખમમાં મૂકે છે. હાલમાં જ રાજકોટ એક યુવાને ન કરવાનું કર્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં યુવાધનને રિલ્સ બનાવવાની ઘેલછા લાગી ભારે પડી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એક યુવક રિલ્સ બનાવવાની ઘેલછામાં બંદુકમાંથી ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો છે. જેમાં યુવક ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી પોતાની પાસે રહેલી બંદુકમાંથી હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે ‘ભલે એકલો પણ એકડો’ ગીત પર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. પોલીસે વીડિયો વાઇરલ કરનાર યુવક દીપ ગોસ્વામીની અટકાયત કરી હતી.
પોલીસ પૂછપરછમાં રમકડાની બંદુકથી વીડિયો બનાવ્યો હતો. બાદમાં વીડિયો એડેટિંગ કરી રિયલ ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો હતો. બાદમાં દીપે જાહેર જનતાની માફી માગી હતી. આ વીડિયો યુવકે બનાવી પોલીસને પડકાર ફેંકતો હોય તેવું લાગી રહ્યું છે. હાલનું યુવાધન આવા વીડિયો બનાવવામાં ગાંડાતૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
