Gujarat

રાજકોટ મા બે સગ્ગા ભાઈઓ એ ઝેરી દવા પીઈને એક સાથે જીવન ટુકાવ્યું ! જોકે આત્મહત્યા કરવાનુ કારણ

આપણે જાણીએ છે કે, આજના સમયમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, કે ખૂબ જ કરુણદાયક અને ચોંકાવીદેનાર હોય છે. ખાસ કરીને આત્મહત્યાનાં બનાવ વધુ બને છે, ત્યારે હાલમાં જ એકી સાથે બે ભાઈઓએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, ત્યારે ચાલો અમે આપને આ દુઃખ ઘટના વિશે જણાવીએ કે, આખરે તે એવું તે શું બન્યું કે, બે ભાઈઓ એક સાથે આત્મ હત્યા કરવી પડી. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

આ હદયદ્રાવક ઘટના બની છે, રાજકોટ બેડી યાર્ડમાં જ્યાં એક જ પરિવારના બે સગાભાઈઓએ ઝેર દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઇ ગયુ હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ કરતા આર્થિક સંકડામણ હોવાનું કારણ બહાર આવી રહ્યું છે. છતાં બંને ભાઈઓએ શા માટે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,બન્ને ભાઈઓ વિપુલ સૂચક અને યતીન સૂચકે બનાદાસ નામની પેઢીમાં ઓફિસ અંદર ઝેરી દવા પી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. જેમાં બન્નેએ કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પર જ બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયાનું જાણવા મળ્યું છે. અનુમાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આ અંગે તેમના એક સંબંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી. બન્ને એ આવું પગલું કેમ ભર્યું એ સમજાતું નથી

મૃતક વિપુલ સૂચક બનાદાસ ટ્રેડિંગ નામની પેઢી સંચાલન કરતા જયારે યતીનસૂચક મેડિકલ સ્ટોર ધરાવતા હતા.પરિવારમાં યતીન સૂચક મોટા હતા અને વિપુલ નાના ભાઈ હતા. આજે અચાનક બંને ભાઇ સાથે આવી રાજકોટ યાર્ડમાં પોતાની પેઢીની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.બંને ભાઇએ પોતપોતાની બોટલમાંથી ઝેરી દવાના ઘૂંટડા ભર્યા હતા. દવા પીવાથી યતિનભાઇ એક તરફ અને વિપુલભાઇ બીજીબાજુ પટકાયા હતા અને બંનેના સ્થળ પર જ મુત્યુ પામ્યા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!