Gujarat

પાટીદાર સમાજના અગ્રણી મહેન્દ્ર ફળદુના આપઘાસ કેસમા નવો વળાંક આવ્યો ! સ્યુસાઈડ નોટ ના ચોથા પેજ મા શુ લખવામાં આવ્યુ હતુ?

આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. માત્ર સામાન્ય વ્યક્તિ જ નહીં પરંતુ કલાકારો,ઉધોગપતિઓ જેવા વ્યક્તિઓ પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ પાટીદાર સમાજના અગ્રણી મહેન્દ્ર ફળદુના આપઘાત કર્યો હતો ત્યાતે કેસમા નવો વળાંક આવ્યો છે.જેમાં સુસાઇડ નોટ ને લઈને મહત્વનાં ખુલાસા કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળેલ માહિતી અમે આપને જણાવીશું.

હાલમાં જ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. પરંતુ મહેન્દ્ર ફળદુના આપઘાત પાછળ શંકા ઉપજાવતા સવાલો ઉઠ્યા છે.

ત્યારે તમે જાણીને નવાઈ લાગશે કે, સુસાઇડ નોટ કોમ્પ્યુટર લિખિત છે. જેમાં ત્રીજું અડધું પેજ હસ્ત લિખિત છે, તેમજ પેજની સુસાઇડ નોટમાંથી એક પેજ ગુમ છે તેવી ચર્ચા ઉઠી છે.ત્યારે સવાલ એ થાય કે નોટ કોને લખી છે.હાલમાં FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુસાઇડ નોટનું ચોથું પેજ ગુમ કરનાર કોણ? તેવો સવાલ ઉઠ્યો છે. ચોથા પેજમાં આખરે શું લખવામાં આવ્યું હતું? તેમા કંઈ કંઈ હસ્તીઓના નામ હતા નામ?

કે પોલીસના જણાવ્યા મુજબ મહેન્દ્રભાઈએ 10 વાગ્યા પહેલા કોઇપણ સમયે આપઘાત કરી લીધો હતો જ્યારે મીડિયાના લોકોને મહેન્દ્રભાઈના પર્સનલ મોબાઈલમાંથી 11 વાગ્યા બાદ પ્રેસનોટ મળી છે. આ ભેદી રહસ્ય હોય તેમ મહેન્દ્રભાઈનો ફોન તપાસ માટે એફએસએલમાં મોકલાયો છે. FSLની ટીમ હસ્તક પોલીસે ઓફિસમાંથી મહેન્દ્ર ફળદુનો મોબાઈલ કબ્જે કર્યો છે. તપાસમાં સુસાઇડ નોટ ત્રણ પેજની હોવાની વિગત સામે આવી છે. મૃતકના મોબાઈલમાંથી ત્રણ પેજની સુસાઇડ નોટ મળી આવી છે.

કેટલાક લોકોને વોટ્સએપના માધ્યમથી સુસાઇડ મોકલવામાં આવી હતી. મહેન્દ્ર ફળદુએ પ્રથમ દવા પીધી હતી અને બાદમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મહેન્દ્ર ફળદુએ સુસાઇડ નોટના પેજના ફોટા ગઇકાલે મોબાઇલમાં પાડ્યા હતા.પોતાની ઓફિસેથી નહીં પણ અન્ય જગ્યાએથી ફોટો પાડ્યા હતા. જોકે ઓરિજનલ સુસાઇડ નોટ હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. પોલીસે તે અંગે શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!