રાજકોટમાં કાઠિયાવાડી કસુંબોએ કર્યું રાષ્ટ્રધ્વજ ને સન્માન આપવા અનોખું કાર્ય! રસ્તા પર કે ફાટેલ રાષ્ટ્રધ્વજ આપી જાઓ અને મેળવો…
રાજકોટમાં કાઠિયાવાડી કસુંબોએ કર્યું રાષ્ટ્રધ્વજ ને સન્માન આપવા અનોખું કાર્ય! રસ્તા પર કે ફાટેલ રાષ્ટ્રધ્વજ આપી જાઓ અને મેળવો.ભારત ભરના લોકોએ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યું છે, ત્યારે હાલમાં જ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આખરે હવે આ તમામ રાષ્ટ્રધ્વજનું શું થશે?
લોકો રાષ્ટ્રધ્વજને અપમાન ન કરે તે માટે હાલમાં જ રાજકોટમાં કાઠિયાવાડી કસુંબોનામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે. રાષ્ટ્રધ્વજ જમા કરાવો અને માણો ફ્રીમાં એક ચા. આ અભિયાનને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ખરેખર આ અભિયાન ખૂબ જ સરહાનીય છે.
વાત જાણે એમ છે કે,ટી સ્ટોલના માલિક શૈલેષભાઈ રાઠોડ જણાવેલ કે, છેલ્લા 5 વર્ષથી એક અભિયાન ચલાવીએ છીએ. જેમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બાદ રસ્તા પર પડેલા કે ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજ પડ્યા હોય તો તે કાઠિયાવાડી કસુંબામાં જમા કરાવે તો અમે એક ચાની ચૂસ્કી ફ્રીમાં પીવડાવીએ છીએ. ચાનું મહત્વ નથી રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેવો હેતુ છે.
પાંચ વર્ષ પહેલા અમે સાધુ વાસવાણી રોડ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર એક રાષ્ટ્રધ્વજ મળી આવ્યો હતો. ત્યારથી અમને વિચાર આવ્યો. આથી પાંચ વર્ષથી આ અભિયાન ચાલુ કરાવ્યું છે. રાષ્ટ્રધ્વજ અમારી સુધી આવે છે અને એક મહિના સુધી રાખીએ છીએ. બાદમાં ભારતીય બંધારણ મુજબ સેક્શન 13 મુજબ યોગ્ય સન્માન સાથે તેનો નિકાલ કરીએ છીએ અને આ અભિયાન એ મહિના સુધી ચાલુ રહેશે.
આ વખતે જે હર ઘર તિરંગાનું અભિયાન આપણી સરકારે ચલાવ્યું છે, ત્યારે સૌ કોઈ તિરંગા આપીને ચા પી રહ્યા છે.આ અભિયાન નો માત્ર હેતુ એ છે કે, રાષ્ટ્રધ્વજ નું અપમાન ન થાય, રોડ કે રસ્તા પર રાષ્ટ્રધ્વજ છે તે હાથમાં લઈ લ્યો અને કાઠિયાવાડી કસુંબામાં જમા કરાવી દ્યો.
