રાજકોટ ના પિઠડીયા પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો! 24 કલાંક મે બે અર્થી ઉઠી..સવારે દાદી નુ મોત અને સાંજે…
ક્યારેક દુઃખના ડુંગર એવા આવી પડે છે કે, વ્યક્તિએ ક્યારેય સપનામાં પણ ન વિચાર્યું હોય. હાલમાં જ રાજકોટ શહેરમાં એક એવી જ દુઃખદ ઘટના બની. પરિવારમાં એક જ દિવસે દાદી અને પૌત્રનું દુઃખદ નિધન થયું. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે એવો તે શુ બનાવ બન્યો કે એકી સાથે બંનેનું નિધન થયું. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં 67 વર્ષના દાદીએ સવારે દમ તોડી દીધા બાદ સાંજે 9 વર્ષના પૌત્રનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા રોગ હેઠળ સારવાર ચાલી રહી હતી. જ્યારે પૌત્ર પણ તાવ-કળતરથી પીડાતો હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને બંનેનું જ અલગ અલગ સમયમાં નિધન થયું.
ઉષાબેન નટવરલાલ પીઠડીયાને મેલેરીયાની અસર હોવાનું નિદાન થયા બાદ સારવાર ચાલુ હતી પણ ગઇકાલે સવારે તેમણે અંતિમશ્વાસ લઇ લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારના સભ્યોએ સવારે ઉષાબેનની અંતિમવિધી આટોપી હતી અને માંડ સાંજ પડી હતી ત્યાં ઉષાબેનના પૌત્ર દ્વારકેશ ધર્મેશભાઇ પીઠડીયાની તબિયત બગડતાં બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
દ્વારકેશ બે ભાઇમાં મોટો હતો અને ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. તેની માતાનું નામ જયશ્રીબેન છે. પિતા ધર્મેશભાઇ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.દ્વારકેશને બે-ત્રણ દિવસથી તાવ હોય દવા લીધી હતી. એ પછી તેણે હાથ-પગ દુઃખતા હોવાની ફરિયાદ કરી હતી અને ગત સાંજે અચાનક જ તેની તબિયત બગડતાં અમે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો.
ધર્મેશભાઈના પિતા નટવરલાલે જણાવ્યું હતું કે મારા પૌત્ર દ્વારકેશને ત્રણ દિવસ જ તાવ આવ્યો હતો. મંગળવારે સાંજે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેણે દેહ છોડી દીધો હતો. પીએમમાં એવો રિપોર્ટ આવ્યો કે ડબલ ન્યૂમોનીયાથી તેનું અવસાન થયું છે. પરંતુ મારી પત્નીનું અવસાન કેમ થયું તે અંગે હજુ કઈ કહેવામાં આવ્યું નથી.
