રાજકોટમાં આવેલ હોટેલની માલિકએ એસિડ પી જીવ ટૂંકાવ્યું! નિવેદનમાં કહ્યું કે, ધન-દૌલત બધું હતું પણ હું મારી મા ને….
દુઃખના ડુંગર ક્યારે આવીને ચાલ્યા જાય ખબર ન પડે. હાલમાં જ રાજકોટ શહેરમાં દુઃખદ ઘટના બની. આ બનાવ અંગે જાણીને તમારું હૈયું કંપી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ દાયી છે. આપણે જાણીએ છે કે અનેક લોકોએ કોરોના કાળમાં પોતાના સ્વજનો નજીવી બાબતે ગુમાવ્યા જેમ કે, કોઈને ઓકસજીન નો બાટલો કે બેડ અને સમયસર સારવાર ન મળવાથી નિધન થયું છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કોરોનામાં ઓક્સિજનની કમીના કારણે માતાનો જીવ ન બચાવી શકનાર પુત્રએ આ આખરે દોઢ વર્ષ સુધી સતત ડિપ્રેશનમાં રહીને આખરેએસિડ પી જીવ ત્યજી દીધો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી મેળવીએ.સૂત્ર મુજબ સાજીદભાઈ અહેમદભાઈ જીંદાણીએ ગત તા.3ના રોજ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી તાત્કાલિક જ વેદાંત હોસ્પિટલમાં દાખલ કરેલ હતા.
જેથી સ્થિતિ વધુ ગંભીર જણાતા પરિવારજનોએ ડોક્ટરની સલાહ મુજબ તેઓને વોકહાર્ટ હોસ્પિટલમાં ઉચ્ચ સ્તરની સારવાર માટે દાખલ કરેલા પણ એસિડ પીવાના કારણે આંતરિક અંગોમાં ખૂબ જ નુકસાન થયું હોવાથી જીવ બચવાની શક્યતા જણાઈ નહોતી આખરે તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા.
હાલમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.પોલીસે મૃત્યુ પહેલા જ સાજીદભાઈનું નિવેદન લીધેલું.પોલીસે સાજીદભાઈનું નિવેદન લીધેલું, ત્યારે તેમણે જણાવેલ કે, એક દોઢ વર્ષ પહેલાં કોરોના મહામારી વખતે તેમના માતાનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવેલો, એટલે સાજીદભાઈએ તેમને સારવારમાં ખસેડયા હતા. તબીબોની સલાહ હતી કે, માતાનો જીવ બચાવવા ઓક્સિજનની ખાસ જરૂર પડશે.
જોકે તે સમયે ઓક્સિજનની અછત હતી જેથી સાજીદ ભાઈ વ્યવસ્થા કરી શક્યા નહોતા. પોલીસને સાજીદભાઈએ હોસ્પિટલના બિછાનેથી અફસોસ જતાવતા કહ્યું હતું કે, “ધન-દૌલત બધું હતું પણ હું મારી માઁ નો જીવ ન બચાવી શક્યો” એનો મને અફસોસ છે. આ કારણે આખરે ડીપ્રેશનનાં કારણે દુઃખદ આત્મ હત્યા કરીને જીવન ટૂંકાવી લીધું.