રાજકોટમાં મોરબીના નાયબ મામલતદારના પુત્રનુ પિતા ની નજર સામે જ મોત થયું ! ઘટના જાણી હૈયું કંપી જશે
ક્યારેક એવી ઘટનાઓ ઘટી જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ આલાપ રોયલ પામ રેસીડેન્સીમાં હૈયુ કંપાવી દે એવી ઘટના બની છે. વાત જાણે એમ છે કે, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક થતી કારે પાર્કિંગમાં રમી રહેલા બાઈકને હડફેટે લેતા નાયબ મામલતદાર પિતાની નજર સામે જ માસુમ પુત્રનું દુઃખદ નિધન થયેલું.
આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, આલાપ રોયલ પામ રેસીડેન્સીમાં શેરી નં.3માં રહેતા મેહુલભાઈ મગનભાઈ હિરાણી મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે તેમજ તેઓ પોતાના પરિવાર સાથે રાજકોટમાં રહે છે. તેમણે સંતાનમાં 3 વર્ષનો પુત્ર શ્યામ છે જ દશેરાની રજા હોવાથી ઘરે જ હતો અને મેહુલભાઈ પણ જાહેર રજા હોય તેથી ઘરે જ હતા. સવારે મેહુલભાઈ શ્યામને લઈ એપાર્ટમેન્ટ નીચે આવેલા અને શ્યામને બોલથી રમાડી રહ્યા હતાં.
બનાવ એવો બન્યો કે, બોલ દુર જતા શ્યામ બોલ લેવા માટે ગયો હતો. ત્યારે જ ત્યાં એપાર્ટમેન્ટમાં જ રહેતા કોન્ટ્રાકટર કિશનભાઈ રામજીભાઈ સાવલીયા પોતાની GJ-03-M.H-4777 નંબરની કાર પાર્કિંગમાં પાર્ક કરવા જઈ રહ્યા હતાં. અચાનક રિવર્સ આવેલી કારના ટાયર બાળક ઉપર ફરી વળ્યા હતા. એપાર્ટમેન્ટમાં શ્યામની મરણ ચીસ ગુંજી ઉઠતા અહીંના રહેવાસીઓ દોડી આવેલા અને 108ને જાણ કરી હતી.
108ના ઈએમટી તબીબે બાળક શ્યામને તપાસી મૃતજાહેર કરતા હિરાણી પરિવારમાં શોક છવાયો હતો.મેહુલભાઈ મૂળ જૂનાગઢના સુખપુર ગામના વતની છે , આ બનાવના પગલે તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
મેહુલભાઈ પગેથી થોડા દિવ્યાંગ હતા જેથી પુત્ર કારની પાછળ હતો અને કાર રિવર્સ જતી હોવાથી તેમણે દોડવા પ્રયાસ કરેલો પરંતુ સામાન્ય માણસની જેમ તે દોડી શકતા ન હોય તેમણે રાડો પાડી કાર ચાલકનું ધ્યાન દોરવા પ્રયાસ કરેલો પરંતુ કારના કાચ બંધ હોય કારચાલકને રાડો સંભળાઈ ન હોતી અને પિતાની નજર સામે જ પુત્ર ઉપર કારનું વ્હીલ ફરી વળ્યું હતુ અને નજરની સામે જ પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવી દીધો હતો.