રાજકોટ: પરીવારની એકની એક દિકરીએ અગ્નિ સ્નાન કરી આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનુ કારણ જાણશો તો આચકો લાગશે…
હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની જેના લીધે એક પરિવારએ પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી લીધી. આજના સમયમાં દિવસે ને દિવસે આપઘાતની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરી એકવાર રાજકોટ શહેરમાં આત્મહત્યાનો બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 17વર્ષીય સગીરાએ નજીવા કારણે જ પોતાનું જીવન ટૂંકાવી દીધો. જાણવા મળ્યું છે કે, પિતાએ રાત્રે ઘરની બહાર બેસવાની ના પાડતા સગીરાએ અગ્નિસ્નાન કરી લીધું.
દીકરીએ નાની વયે આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું. આ ઘટના દ્વારા જાણવા મળ્યું કે, રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા આશાપુરા પાર્કમાં 17 વર્ષીય સગીરાએ અગ્નિસ્નાન કર્યું. રીક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવનારા સંજય ભાઈ નારણભાઈ ચૌહાણની 17 વર્ષીય દીકરી તુલસીએ પોતાના રૂમમાં અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, દંપતીને પુત્રીના રૂમમાંથી ધુમાડા નીકળતા દેખાયા હતા. ડોલ વડે પાણી નાખી આગ બુઝાવવા નો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમજ તાત્કાલિક અસરથી 108 ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. સંજયભાઈ ચૌહાણની એકની એક દીકરી એ આ પ્રકારે આત્મઘાતી પગલું ભરી લેતા ચૌહાણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સંજયભાઈ ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.પુત્રી તુલસી રોજ રાત્રે ઘરની બહાર બેસતી હોય જે બાબતે ગઈકાલે પિતા સંજયભાઈ ઠપકો આપ્યો હતો. ઠપકો આપ્યા બાદ તુલસી પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. આપઘાત કરનાર તુલસી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી.
