રાજકોટના શ્રીમંત પરિવારના ત્રણ કિશોરે જન્મદિવસની ઉજવણી માટે i20 ભાડે રાખીએ બનાવ્યો ચોરીનો માસ્ટરપ્લાન! ચોર્યું દોઢસો કિલો….
સુરત શહેર બાદ હવે રાજકોટ શહેરમાં પણ દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. આ કિસ્સો દરેક માતા પિતાઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો છે. હાલમાં યુવાનો ઈન્ટનેટના લીધે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને ખોટા રસ્તે ચડી રહ્યા છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે પૈસાદાર પરિવારમાં દીકરાઓ પણ ચોરીના રવાડે ચડ્યા છે. હાલમાં જ આ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.રાજકોટની એસએનકે તેમજ ધોળકિયા જેવી નામાંકિત સ્કૂલોમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ચોરી કરવા લાગ્યા. જાણવા મળ્યું હતું કે, એક મિત્રના જન્મદિવસ માટે ની ઉજવણીનાં કારણે પૈસાની જરૂરિયાત હોવાથી ચોરી કરવાનો પ્લાન ત્રણ જેટલા મિત્રો એ બનાવ્યો હતો. જે માટે સ્કોર્પિયો તેમજ i20 કાર ભાડે કરવામાં આવી હતી.
ચોરી કરવા માટે એવો પ્લાન ઘડયો કે ત્રણેય મિત્રો એ જુદી જુદી બાંધકામ સાઇટ રેકી પણ કરી હતી.. બાંધકામ સાઇટ પરથી દોઢ સો કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા બાંધકામ સાઇટ ના માલિકે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે કારણ કે આ જ સપ્તાહમાં આવા અનેક કિસ્સા બન્યા છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ જેટલા ચોંકાવનારા અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાંજ યુનિવર્સિટી પોલીસ દ્વારા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા બે જેટલા વિદ્યાર્થીઓની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. તેમજ બે દિવસ પૂર્વે ઇન્ટરનેટના માધ્યમથી સમલૈંગિક સંબંધ બાંધવા બાબતે બ્લેક મેઇલિંગ કરી રહેલા ચાર જેટલા શખ્સોને ધરપકડ કરી હતી.