રાજકોટ મા પાડોશી યુવાન ના લગ્ન ના બીજા દીવસે જ યુવતી એ આપઘાત કરી લીધો ! સ્યુસાઇડ નોટ મા એવુ લખ્યુ કે માતા પિતાની આખો ફાટી ગઈ..
.હાલમાં અનેક યુવતીઓ પ્રેમીના લીધે પોતાનું જીવન ટૂંકાવી રહી છે, ત્યારે હાલમાં જ રાજકોટની એક દીકરી અચાનક જ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ કારણે પોલીસે પણ તપાસ હાથ ધરી હતી પરતું કોઈ કારણ જાણવા મળ્યું ન હતું એટલે પોલીસે પણ પોતાની તપાસની કામગીરી ચાલુ જ રાખી હતી. ત્યારે હાલમાં જ અચાનક થી પરિવાર જનોને ઘરમાંથી એવી વસ્તુઓ મળી જેને જોઈને સૌ કોઈ ચોકી ગયા.
આ ઘટના વિશે વિસ્તુત માહિતી જાણીએ તો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટી રહેતી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી. બનાવ એવો બન્યો કે જ્યારે દીકરીની અંતિમ ક્રિયા કરવા માટે માતા ગંગાજળ લેવા ગયા ત્યારે માતાજીની છબી પાછળ થી સુસાઇડ નોટ મળી આવેલ.
વયુનિવર્સિટી પોલીસે કબજે કરેલી સુસાઈડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે, “હું સુસાઈડ કરું છું. મને સુસાઈડ માટે મજબૂર સુનીલ કુકડીયાએ કરી છે. એને મને ગારું આપી છે. મારા મમ્મી પપ્પાને પણ આપી છે અને મને મારી પણ છે. સોરી પાપા- દિપાલી.”આ ઘટનાની બધી માહિતી મળતા પોલીસે સુનીલની શોધખોળ કરવાની શરૂ કરી હતી.
સુનીલ અને દિપાલી વચ્ચેના પ્રેમસંબંધ વિષે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે બંને એકબીજા સાથે પ્રેમ કરતા હતા અને બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. ત્યારબાદ કોઇ કારણોસર સુનીલની સગાઈ પાટણવાવમાં રહેતી એક યુવતી સાથે થઈ હતી.તો પણ સુનીલ દિપાલીને તેની સાથે સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો એટલે દિપાલી એ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી
