Gujarat

રાજકોટ : પિતાની નજર સામે જ 11 વર્ષ ના એક ના એક પુત્રનુ કરણ મોત નીપજ્યું ! પિતા શાળા ના આચાર્ય….

ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માતના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રોજ ચોટીલા રોડ પાસે પુત્રનું એડમિશન લઈ પરત ફરતાં દલિત પરિવારને અજાણ્યાં કાર ચાલકે હડફેટે લેતાં બાઇક સવાર 11 વર્ષીય રચીતનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, દંપતીને ઇજા પહોંચતા રાજકોટ સિવિલે ખસેડાયા હતાં.આ દુઃખદ ઘટનાને કારણે એક ના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો,ચોટીલાની હરિધામસોસાયટીમાં રહેતાં શિક્ષક મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા ગત સાંજે તેમના પત્ની ભાવનાબેન અને તેનો પુત્ર રચિત સાથે ચોટીલા નજીક નાવાગામમાં આવેલ સેન્ટમેરી સ્કૂલે રચીતનું એડમીશન કરાવી બાઇકમાં પરત ફરતાં હતાં.

આ પરિવારમાં દુઃખનો પહાળ તૂટી પડ્યો જ્યારે નવાગામ પાસે પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે હડફેટે લેતાં બાઈકમાં સવાર ત્રણેય ફૂટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. આ ઘટનામાં ત્રણેયને ગંભીર ઇજા થયેલ અને સારવારમાં રાજકોટ સિવિલે ખસેડયા હતાં પરંતુ 11 વર્ષનો પુત્ર સારવારમાં પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.અકસ્માત કરી નાશી છૂટેલા અજાણ્યાં કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી.

મૃતક રચિત ના પિતા મુકેશભાઈ સાયલાના ઇશ્વરીયા ગામની શાળામાં આચાર્ય છે અને પરિવારના એક ના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે, મૃતકની આત્માને શાંતિ મળે તેમજ બંને ઇજાગ્રસ્ત પતિ-પત્ની જલ્દીથી સ્વસ્થ થઈ જાય. ખરેખર આ ઘટના અતિશય દુઃખ દાયક છે, કારણ કે જે દીકરાના ભાવિ ભવિષ્ય માટે માતાપિતા ગયા હતા તેમને પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!