રાજકોટ મા 14 વર્ષ મની કિશોરી એ પંખાના હુક સાથે ચૂંદડી બાંધી આત્મહત્યા કરી લીધી ! આત્મહત્યા કરવાનુ કારણ માત્ર એટલુ કે..
હાલ ના સમય મા આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે ખાસ કરીને યુવાનો મા આપઘાત કરવાનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે. મોટા શહેરો મા આવી ઘટના ઓ રોજ ક્યાક ને ક્યાક જોવા મળી રહી છે ત્યારે હવે બાળકો મા આપઘાત નુ પ્રમાણ વધી રહ્યુ છે ખરખેર આ એક ચિંતા નો વિષય કહી શકાય ત્યારે રાજકોટ જીલ્લા મા પણ એક આવી જ ઘટના સામે આવી છે જેમા એક માત્ર 14 વર્ષ ની કીશોરી એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર રાજકોટ જીલ્લા ના શહેર નજીક આવેલ લોઠડા ગામ મા રહેતા અને અનાજ કરીયાણાની દુકાન ધરાવતા ચલાવતા મુન્નાભાઈ બાવળીયાની 14 વર્ષ ની દિકરી પાયલે એ પંખા ના હુક સાથે ચૂંદડી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના મા જાણવા મળ્યુ હતુ કે તારીક 28 રોજ સવારે 11 વાગ્યા ના સુમારે આ ઘટના બની હતી જેમા પિતરાઈ બહેને રુમ નો દરવાજો ખવડાવવા પાયલે દરવાજો ન ખોલતા બારી માથી જોયુ હતુ.
બારી માથી જોતા રુમ મા પાયલ પંખા ના હુક પર ગળાફાંસો ખાંધેલા હાલત મા જોતા તાત્કાલિક પાલયના પિતા ને જાણ કરી હતી અને તેવો ઘરે દોડી આવ્યા હતા અને પાલય ને નીંચે ઉતારીઉતારી સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો.જયાં ફરજ પરના તબીબે તપાસીને તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના ની જાણ આજીડેમ પોલીસ ને થતા સૌ પ્રથમ ઘટનાસ્થળે અને બાદ મા સિવીલ હોસ્પિટલ એ પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ ઘટના માદ મૃતક ના પિતા મુન્નાભાઈ એ જણાવ્યુ હતુ કે ” મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે,જેમાં પાયલ નાની છે. અને હું લોઠડામા અનાજ કરીયાણાની દુકાન ચલાવું છું તેમજ મારા પત્ની છેલ્લા સાત વર્ષથી રીસામણે તેમના માવતર રહે છે. જેમની ચીંતામાં પાયલે પગલું ભર્યાંનું પ્રાથમીક તારણ આવી રહ્યું છે.”