રાજકોટ મા વૃધ્ધે બિલ્ડીંગ પર થી કુદી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ હતુ કે “મારો પરિવાર પરિવાર પત્ની…
ગુજરાત મા રોજ ક્યાંકને ક્યાંક આપઘાત ના બનાવ બને છે ત્યારે ફરી ગુજરાતના મોટા શહેરો માથી એક રાજકોટ મા એક આપઘાત નો બનાવ સામે આવ્યો છે જેમા એક વૃધ્ધ મએ બિલ્ડીંગના બીજા માળેથી કુદી આપઘાત કરી લીધો છે અને તેની પાસે થી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે જેમા આપઘાત કરવાનું કારણ પણ જણાવા મળ્યુ હતુ.
ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો રાજકોટ શહેર ના કોઠારીયા રોડ આનંદનગ૨ કોલોનીમાં ૨હેતા દોલતભાઈ ત્રિકમભાઈ કેવા (ઉ.વ.60) નામના વૃધ્ધે ફૂલછાબ ચોક નજીક આવેલ સ્ટા૨પ્લાઝા બિલ્ડીંગના બીજા માળેથી છલાંગ લગાવી હતી અને નીચે પટકાયા હતા સ્થાનિક લોકોને આ ઘટના ધ્યાન મા આવતા તેવો ને તાત્કાલિક 108 મારફત રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટુકી સારવાર બાદ તેમનુ મોત થયુ હતુ.
ઘટનાની જાણ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ થતા તાત્કાલિકહોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી જેમા દોલતભાઈ પાસે થી એક સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં લખ્યું હતું કે, મારો પરિવાર પત્ની અને બંને પુત્રો બધા સારા છે તેમનો કોઈ વાંક નથી હું મારી પેટની બીમારીથી કંટાળી પગલુ ભરી ૨હયો છું. હાલ પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત ઘટના સ્થળે પણ તપાસ કરવા માટે પ્રદ્યુમન નગ૨ પોલીસ મથકના મહિલા PSI ખોખ૨ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને ત્યારેબાદ દોલતભાઈ ના પરીવારજનો ની પુછપરછ કરવા મા આવી હતી જેમા જણાવા મળ્યુ હતુ કે દોલતભાઈને પેટની બીમારીથી કંટાળી પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું.