Entertainment

રાજકોટ: ભેજાબાજ ગઠિયાએ જસદણમાં 2 મિનિટમાં આખું ATM ખોલી નાખ્યું અને 17.33 લાખ ઉઠાવી ગયો ! જુઓ વિડીઓ

હાલ ના સમય મા ટેક્નોલોજીના કારણે સુવીધા મા ઘણો વધારો થયો છે પરંતુ જેમ જેમ સુવિધા નો વધારો થયો તેમ તેમ ગેર ફાયદાઓ પણ ઘણા થઇ રહ્યા છે હાલ ના સમય મા સાયબર ક્રાઈમથી હજરો લોકો છેતરાય છે. હાલ સામાન્ય ઓટીપી આપવાથી પણ બેંક નુ એકાઉન્ટ ખાલી થઈ જાય તો નવાઈ નહી ત્યાર હાલ જ એક એવી ઘટના રાજકોટ ના જસદણ બની હતી જેમા એક બેજાબાજ ગઠકયા એ 2 મિનિટ મા આખું ATM લુટી લીધું હતુ.

આ ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો જસદણના ગીતાનગર વિસ્તારમાં બની હતી જ્યા બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી અંદર ના રુપીયા લઈ ને ત્રણ શખ્સો નાસી ગયા હતા આ સમગ્ર ઘટના ATM મા લાગેલા CCTV મા કેદ થઈ હતી જેમા માત્ર ગણતરી ની મિનીટો મા જ આ ઘટના ને અંજામ આપવા મા આવ્યો હતો.

આ ઘટના બાદ બેંક શાખાના ચીફ પિન્ટુકુમાર રુદ્રનારાયણ મિશ્રા મેનેજર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવા મા આવી છે. બનાવ અંગેની ફરિયાદમાં ચિફ મેનેજર પિન્ટુકુમારે પાસે થી જાણવા મળ્યુ હતુ કે “તા.6-9 ના રોજ ATM માં બેલેન્સ રૂ.27,500 હતી અને અમે રૂ.25 લાખ નાખ્યા હતા. જેથી ATMમાં કુલ રૂ.25.27 લાખ બેલેન્સ હતું અને જેમાં ગ્રાહકોએ ATM મારફતે રૂપિયા 7,94,000 ઉપાડ્યા હતા.

ઉપરોક્ત હિસાબે હાલ ATM માં રૂ.17,33,500 હોવા જોઈએ. પણ તેમાં માત્ર રૂ.500 જ છે. જેથી ATMમાં રાજકોટથી રૂપિયા નાખવા આવેલા માણસોએ તથા અમે કેમેરા ચેક કર્યા જેમાં તા.6-9 ના રોજ રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો ATM માં આવીને પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું કેમેરામાં જોવા મળ્યું હતું. અમારા ATMનું કવર ચાવીથી ખોલી તેનું ડિજિટલ લોક 12 ડિજીટનો પાસવર્ડ નાખી ખોલી નાખવામાં આવ્યું છે. એટીઅમમાં જ્યાં રોકડ રકમ મુકવાનું હોય તે બોકસ ખોલી તેમાં રહેલી રોકડ રકમ રૂ.17,33,000 ચોરાઈ ગયા છે.

હાલ આ ઘટના મામલે પોલીસ તપાસ નો ધભધભાટ શરુ છે. જો કે આસાની થી એટીએમ ખોલી પૈસા ઉઠાવી જવાની બાબતે ચોરી કરનાર કોઈ જાણ ભેદુજ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!