રાજકોટ : પતિ પાવર વધારવાની દવા લઈને શરીરસબંધ બાંધતા પરીણીતાને હોસ્પિટલ દાખલ કરવી પડી ! સાસરીયાઓની એવી હકીકત જણાવી કે જાણીને હચમચી જશો
ખરેખર આ કિસ્સો જાણીને તમને સમજાય જશે કે, માણસની વિકૃતિ કેટલી હદ વટાવી શકે છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે પતિ પાવર વધારવાની દવા લઈને શરીરસબંધ બાંધતા પરીણીતાને હોસ્પિટલ દાખલ કરવી પડી અને આ ઘટના બાદ સાસરીયાઓની એવી હકીકત જણાવી કે જાણીને હચમચી જશો. ચાલો અમે આપને આ ઘટના અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી જણાવીએ.આજ રોજ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે,આ ઘટના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં બની છે.
જામકંડોરણાના એક ગામના વતની યુવક સાથે છ મહિના પહેલા લગ્ન થયા હતા. લગ્ન જીવનની શરૂઆતથી જ સાસુ, સસરા, જેઠ જેઠાણી, નણંદ કરીયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારતા અને પતિની કાન ભંભેરણી કરી માનસિક ત્રાસ આપતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, પતિ અવારનવાર શરીર સંબંધ બાંધવા સેક્સ પાવર વધારવાની દવા લેતો હતો અને આ કારણે હ્દય કંપાવી દેનાર ઘટના બની છે.
પતિના શારીરિક સંબંધથી પરિણીતાની તબિયત લથડતા પહેલા ધોરાજી, ઉપલેટા બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બાદમાં પરિણીતાએ પતિ અને સાસરિયા વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પતિ શારીરિક સંબંધ બાધી ઢીકાપાટુનો માર મારતો હતો.
પોલીસ તપાસ અંગે જાણવા મળ્યું હતું કે, શારીરિક સબંધ બાંધ્યા બાદ નબળાઇ આવી જતા પરિણીતાએ પ્રથમ ધોરાજીની ખાનગી હોસ્પિટલ બાદ ઉપલેટાની ખાનગી હોસ્પિટલ અને છેલ્લે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જામકંડોરણા પોલીસે પરિણીતાની ફરિયાદ ઉપરથી પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદ વિરૂદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.