પ્રેમમાં પાગલ યુગલે ઝેર પી લીધું, દીકરીનું મોત થતા પરિવારે યુવક વિશે કર્યો ચોંકવારનાર ખુલાસો, કહ્યું કે દીકરીને…
દિવસે ને દિવસે પ્રેમ પ્રકરણને લઇને ચોંકવનાર કિસ્સાઓ બનતા હોય છે, જેના લીધે અબેક યુગલો પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ વધુ જોવા મળતી હોય છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, બે યુગલે પોતાનું જીવન ટૂંકાવવા ઝેર પી લીધું, આ ઘટનામાં પરિવાર જનોએ પ્રેમી વિષે એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે,આ વાત વિષે જાણીને તમે પણ વિચારમાં પડી જશો પરંતુ હાલમાં પોલીસને આ વાતની જાણ થતા જ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કાળીપાટ ગામે રહેતા 21 વર્ષના રવિ ધીરૂભાઈ મકવાણા અને 17 વર્ષીય સગીરાએ ગામ પાસે આવેલા બાયપાસ રોડ ઉપર બે દિવસ પહેલા જ સાથે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે, યુવતીને યોગ્ય સારવાર મળે એજ પહેલા મુત્યુ થતા યુવતીના પરિવારમાં આભ ફાટી પડ્યું હતું.
હાલમાં યુવાનખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ આ ઘટના અંગે એ પણ જાણવા મળ્યું છે કે, પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરથી બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હતી.દીકરીનું મુત્યુ થતા પરિવારે કહ્યું કે, યુવાને સગીરાને બળજબરીથી દવા પીવડાવી પોતે નાટક કર્યું હોવાનો યુવાન પર આરોપ લગાવતા જ આજીડેમ પોલીસે પ્રેમી રવિ મકવાણા વિરુદ્ધ IPC કલમ 363 અને 305 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.તેમજ આ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.