રાજકોટ મા બંધુક ની અણીએ લાખો રુપીઆ ની લુંટ થઈ ! પેઢી ના મેનેજર ઘરે પહોંચે એ પહેલા જ બે શખ્સો એ ફીલ્મ સ્ટાઈલ મા…
રાજ્ય મા સતત લુટ અને હત્યા ના બનાવો બની રહ્યા છે ત્યારે ફરી રાજકોટ મા એક ચોંકાવનારો લુંટ નો બનાવ બન્યો છે જેમા બે અજાણ્યા શખ્સો એ 19 લાખની રુપિયાની લુંટ બંધુકની અણીએ કરી હતી જ્યારે બાદ પોલીસ તપાસ નો ધભધભાટ આખા શહેર મા ચાલુ થયો હતો અને ઠેર ઠેર નાકાબંધી કરવા મા આવી હતી.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 19 લાખની લૂંટની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ફરિયાદીના દીકરા કૃણાલ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દરરોજની માફક મારા પિતા ઓફિસથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મારા પિતા ઘરની નજીક પહોંચવાના હતા. ત્યારે બે જેટલા ઈસમોએ મારા પિતાને વચ્ચે અંતરને બંદૂક સહિતનું હથિયાર બતાવી તેમની પાસે રહેલ રોકડની લૂંટ ચલાવી છે. બે પૈકી એક વ્યક્તિએ બુકાની પણ પહેરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનો મા ભોગ બનનાર રજનીકાંતભાઈ પંડ્યા સાથે બની હતી જે પેઢી ના મેનેજર તરીકે સોની બજારમાં આવેલી પી. મગનલાલ એન્ડ સન્સ મા કામ કરે છે જ્યારે તેવો 19 લાખ ની રકમ લઈ પેઢી થી ઘરે આવી રહ્યા હતા ત્યારે કપિલા હનુમાન મંદિર પાસે, કેશવ કુંજ એપાર્ટમેન્ટ નજીક આ લુંટ ની ઘટના બની હતી.
આ ઘટના ની જાણ થતા ની સાથે જ ડિવિઝન પોલીસનો કાફલો તેમ જ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો સાથે જ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તપાસ હાથ ધરી હતી જ્યારે પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવી ને આરોપીઓ ની શોધખોળ ચાલું છે જ્યારે લુંટ કરનારે અગાવ ના દિવસો મા રૈકી કરી હોય શકે તે અનુમાન હાથે જે તે વિસ્તાર ના CCTV ફુટેજ ચેક કરવા મા આવી રહ્યા છે.