રાજકોટમાં વધુ એક વ્યક્તિ માટે ક્રિકેટ બન્યો કાળ ! ક્રિકેટ રમતા રમતા જ મુંજારો થવા લાગ્યો અને પછી…જાણો પુરી ઘટના વિશે
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો હાર્ટએટેકે જીવ ખાધો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. વર્તમાન સમયમાં હાલતા ચાલતા વ્યક્તિને અચાનક હાર્ટઅટેક આવતા તે મૌતને પ્રાપ્ત થતો હોય છે. એવામાં જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં હાર્ટઅટેકની ઘટના દાડેદિવસે વધતી જ જઈ રહી છે. હજુ થોડા દિવસો પેહલા જ ક્રિકેટ રમતા યુવકને હાર્ટઅટેક આવતા મૌત નીપજ્યું હતું એવામાં વધારે એક યુવકનું આવી જ રીતે મૃત્યુ થયું છે.
રાજકોટ શહેરની અંદર શાસ્ત્રી મેદાનમાં પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયેલા મયુરભાઈ નટવરભાઈ મકવાણા(ઉ.વ.45) ને હાર્ટઅટેક આવતા તેઓ ફિલ્ડ પર ઢળી પડ્યા હતા જે બાદ તેઓને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ત્યાંના ફરજ અદા કરનાર ડોકટરોએ તેઓને મૃત જાહેર કરી દેતા પરિવાર તથા મિત્રવર્ગમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.હસતો ખેલતો માણસ અચાનક જ મૌતને પામે તે ખરેખર ખુબ દુઃખની વાત કહેવાય.
મયુરભાઈનું મૃત્યુ થતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા હૈયાફાંટ આક્રન્દ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, જાણવા મળેલ છે કે મયુરભાઈ આજ રોજ પોતાના મિત્રો સાથે ક્રિકેટની મજા માણવા માટે શાસ્ત્રી મેદાને ગયા હતા જ્યા તેઓ રમતા રમતા જ ઢળી પડયા હતા જે બાદ તેમના સાથીદારોએ તરત જ તેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દીધા હતા જ્યા મયુરભાઈએ પોતાનો દમ તોડ્યો હતો.
આ ઘટના અંગે જણાવતા શાંતિભાઈ પરમારે જણાવ્યું હતું કે મૃતક મયુરભાઈ તેમના ભાણેજ હતા તેઓને કોઈ પ્રકારનું વ્યસપન ન હતું. આજે ક્રિકેટ રમતા રમતા જ તેઓને થોડી ગભરામણ થવા લાગી હતી પણ તેઓએ કોઈને ન કહ્યું જે બાદ તેઓ સ્કૂટર પર બેસી ગયા અને અચાનક જ નીચે ઢળી પડ્યા હતા.જે બાદ મયુરભાઈને 108ને મારફતે ગિરિરાજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પણ તબિયતમાં સુધારો ન તથા તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતક મયુરભાઈના પિતાનું મૃત્યુ 42 વર્ષો પેહલા થયું હતું આથી ઘરનું ભરપોષણ મૃતક મયુરભાઈ સોનીકામ કરીને કરતા હતા. ઘરના પાલનહારનું મૃત્યુ થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા.