રાજકોટનાં મુસ્લિમ યુવક બન્યા માનવ સેવાનું ઉત્તમ પ્રતીક! માતાના મઢે ચાલીને જતા પદયાત્રીઓ માટે કરે છે આવી સેવા…
આપણા દેશમાં અનેકવાર હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી એકતાનું પ્રતીક જોવા મળે છે. ગઈકાલનાં રોજ જાણવા મળ્યું હતું કે, મુસ્લિમ યુગલે હિન્દૂ મંદિરમાં દોઢ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આજે આપણે એવા મુસ્લિમ યુવકો વિશે વાત કરીશું, જેઓ નિઃસ્વાર્થ ભાવે માનવ સેવા કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હાલમાં નવરાત્રી નજીક હોવાથી રાજકોના મુસ્લિમ બિરાદાર કોમી એકતા સાથે માનવસેવા કરી રહ્યા છે.
આપણે જાણીએ છે કે, નવરાત્રીમાં માતાના મઢ મા આશાપૂરાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. આ ગામના પાદરથી લઇને મંદિર સુધી દર્શનાર્થીઓની લાઈનો જોવા મળે છે. દર આસો માસની નવરાત્રીમાં માતાના મઢે ચાલીને લાખો લોકો માતાના દર્શન કરવા માટે પદ યાત્રા કરે છે. માતાના મઢના રસ્તા પર આ પદયાત્રીઓની સેવા કરવા માટે આખા રસ્તે કેમ્પ લગાવવામાં આવે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીમાં હજારો કેમ્પ પદાયત્રીઓ અને ભક્તની સેવા માટે રાતોરાત ઊભા થઈ જાય છે. જેમાં જમવાની સગવડતા , નાહવાની સગવડતા, આરામ કરવાની સગવડતા, મેડિકલ કેમ્પ અને બીજી નાની મોટી સેવાઓ તો ખરી જ.
રાજકોટના મુસ્લિમ બિરાદર અહેસાનભાઈ ચૌહાણ કચ્છના માતાના મઢે ચાલીને જતા ભાવિકોના પગ દાબી અનોખી સેવા આપી રહ્યા છે અને ખાસ કરીને ભાવિકો માટે પાણી અને આરામ કરવાની વ્યવસ્થા પુરી પાડે છે. કહેવાય છેને કે, આ જગતના માનવ સેવા એજ ઈશ્વર કે અલ્લાહ અને ઈશુ સેવા છે.પ્રત્યેક જીવમાં ઈશ્વરનું તત્વ છે. સેવા કરનાર અહેસાસન ભાઈએ જણાવેલ કે, નવરાત્રીને લઈને કચ્છ આશપુરા માતાના મઢ લોકો ચાલીને જાય છે.અહે
અહેસાન ભાઈએ જણાવ્યું કે હીન્દુ-મુસ્લિમ કોમી એકતા માટે બધા ભાવિકોના હાથ પગ દાબી દવ છું અને મસાજ કરી દવ છું. નાનાથી માંડીને મોટા સુધી બધાને સેવા આપવામાં આવે છે. આ સેવાનો હેતુ એ જ છે કે, દેશમાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતા રહે અને માતાના મઢે જાય અને માતાના દર્શન કરે એવી અહેસાનભાઈ એ દુઆ કરી છે તેમજ કહ્યું કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ક્યારેય કોમવાદ ન થાય એટલા માટે હું બધી જગ્યાએ સેવા આપું છું.