રાજકોટ : એટીએમમાં પૈસા નાખવાનું કામ કરતા જયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! માતા પિતા એ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો..
હાલમાં જ રાજકોટ શહેરમાં એક દુઃખદાયી ઘટના સામે આવી છે, આ ઘટના અંગે જાણીને તમારી આંખમાં આંસુઓ આવી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છેકે એટીએમમાં પૈસા નાખવાનું કામ કરતા જયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આ દુઃખદ ઘટનાને કારણે મૃતકના યુવાનના માતા પિતા એ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો. આ ઘટના અંગે વધુ વિગત જાણીએ તો, રાજકોટમાં રૈયાનાકા ટાવર પાસે રહેતા જય અતુલગીરી ગોસ્વામી નામના યુવકે સોમવારે સાંજે પોતાના જ ઘરે અગાશી પર ચાદરને પંખાના હૂક સાથે બાંધી ગળોફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલે દાખલ કરેલ પરંતુ ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ જયના માતા રીનાબેન અને પિતા અતુલગીરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જય એટીએમમાં પૈસા નાખવાનું કામ કરતી સિક્યોર વેલ્યુ નામની એજન્સીમાં કામ કરતોહતો પણ તા.15ના જય સહિતનો સ્ટાફ જસદણ ગયો હતો અને એટીએમમાં રૂ.22 લાખ નાખ્યા હતા, ત્યારબાદ એટીએમમાંથી રૂ.17 લાખની ચોરી થતાં જસદણ પીઆઇ રાણા સહિતના સ્ટાફે બોલાવતા જય અને તેના પિતા અતુલગીરી સહિતના લોકો જસદણ પોલીસ સ્ટેશને ગયા હતા.
જયને એક કિડની હોવાની વાત કરવા છતાં પીઆઇ રાણા સહિતનો સ્ટાફ તેના પર ચડીને ખૂંદવા લાગ્યા હતા, ચોરી કબૂલી લેવા માટે જયને અસહ્ય માર માર્યો હતો. આજે સોમવારે જય રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો હતો ત્યાં મેનેજર રવિન્દ્ર સહિતના સ્ટાફે કલાકો તેને બેસાડી રાખી ટોર્ચર કર્યો હતો, બપોરે ઘરે આવ્યા બાદ સાંજે જયે અંતિમ પગલું ભરી લીધું હતું. ખરેખર માતા પિતાએ આક્ષેપ કર્યા છે કે, તેમના દીકરાએ પોલીસના અસહ્ય ત્રાસના લીધે પોતાનુઁ જીવન ટૂંકાવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.