Gujarat

રાજકોટ શહેરના વકીલે શિવાજીનાં ફોટો પર ગંદી કૉમેન્ટ્સ કરતા એવી ઘટના બની કે, પોલીસને પણ….

આપણે જાણીએ છે કે, હાલમાં જ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાઇ હતી, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની કે તમે જાણીને ચોંકી જશો. દિવ્યભાસ્કરનાં મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, રાજકોટના મુંજકાનાં રહેવાસીઓ દ્વારા બનાવેલા સોશિયલ મીડિયાના ગ્રુપમાં શિવાજી મહારાજની જયંતી નિમિતે મૂકાયેલી પોસ્ટે વિવાદ સર્જ્યો છે. આવાસ યોજનામાં રેહતા વકીલે ધાર્મિક લાગણી દુભાય તેવી ગ્રુપમાં શિવાજી મહારાજની ગંદી કોમેન્ટ કરી હતી.

આ ઘટના બાદ ક્વાટર્સમાં આંતક મચાવી એક ફ્લેટના દરવાજાના ગણપતિ ભગવાનના તોરણને છરીથી તોડી નાંખી નુકસાન કરી ધમકી આપી હતી. તેમજ પોલીસને પણ માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આરોપી તરીકે ક્વાટર્સની સી વિંગના ફ્લેટ નંબર 103માં રહેતા એડવોકેટ સોહિલ હુસેનભાઈ મોરનું નામ આપ્યું છે.વિષ્ણુભાઇ ગુણવંતભાઇ જોશીએ શિવાજી મહારાજનો ફોટો મૂક્યો હતો. આ પોસ્ટ ઉપર સોહિલ મોરે ધાર્મિક લાગણી દુભાઈ તેવી કોમેન્ટ કરી હતી.

જયોતિબાએ શિવાજી મહારાજ વિશે આવી કોમેન્ટ કરવા બાબતે પૂછતા સોહિલે હજુ કોમેન્ટ કરીશ અને તમે ગ્રુપમાંથી રિમૂવ થઇ જાવ અને અહીંયા પાકિસ્તાન થઈ ગયું છે તેવો વાણી વિલાસ કયો હતો. જ્યોતિબાએ તમે ક્યાં રહો છો તેમ પૂછ્યું હતું ત્યારે સોહિલે પોતે ફ્લેટ નં.103માં રહે છે તેમ જણાવ્યું હતું. જ્યોતિબાએ હું તમને મળવા આવું છુ તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.ત્યારબાદ આ વાત વધુ ઉશ્કેરાય હતી.જેથી પોલીસ પણ આવી ગઈ હતી. સોહિલની ધરપકડ માટે આવેલી પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી.

જ્યોતિબાએ આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સોહિલનું કોઈના દ્વારા બ્રેનવોશ કરી દેવામાં આવ્યું છે. કટ્ટર માનસિકતા ધરાવતા સોહિલની સામે તપાસ કરવામાં આવે તો જેહાદી સંગઠનો સાથેના સંપર્ક નીકળે તેવી શક્યતા છે. ધંધૂકા જેવી ઘટના બને તે પહેલા ભાજપના નેતાઓ આ ઘટનાને ગંભીરતાથી લે તેવી અમારી અપીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!