રાજકોટ મા પરીણીતા એ આપગાઘ કરી જીવન ટુકાવ્યુ ! આપઘાત કરતા પહેલા પતિ ને કધુ કે તમારી સાથે પરાણે લગ્ન કર્યા…
આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરના રામનાથપરામાં ગરૂડ ગરબી ચોકમાં શેરી નં. 13 માં રહેતી બંગાળી નવોઢા આરીફા કાકન શેખએ છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. શા માટે આત્મહત્યા કરી તે અંગે જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે. પ્રેમી અંગે પતિને વાત કર્યા બાદ મુંજવણ અનુભવતી નવોઢાએ આ પગલુ ભરી લીધા હોવાનું સામે આવ્યું હતું
આપઘાત કરી લીધાની જાણ 108ના EMT બીપીનભાઇ બાવળીયાએ કરતાં એ-ડિવીઝનના PSI જી.એમ.વાઘેલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.આરીફાનો પતિ કાકન સોની કામની મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે પોતાના લગ્ન આરીફા સાથે દસ મહિના પહેલા જ ધામધુમથી થયા હતાં.
આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, લગ્ન પછી પોતે પત્નિને રાજકોટ લાવ્યો હતો. યુવતી એ અચાનક જ પોતાના જુના પ્રેમ પ્રકરણની વાત શરૂ કરી હતી અને કહ્યું હતું કે મારે પહેલા બીજા સાથે પ્રેમ હતો અને હું તેની સાથે ભાગીને લગ્ન કરવાની હતી. પરંતુ મારા પરિવારે તમારી સાથે પરાણે લગ્ન નક્કી કરી નાંખ્યા હતાં. હું આગલા પ્રેમી પર ગુસ્સે ભરાઇ હોઇ જેથી મેં તમારી સાથે લગ્ન કરી લીધા હતાં.
આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે પતિને આ વાતની જાણ થતાં તેને પોતાની પત્નીને સમજાવતા કહ્યું કે, હવે જુનુ બધુ ભુલી જઇ મારી સાથે નવી જિંદગી પસાર કર પણ પોતાની ભૂલ ન કારણે યુવતી સતત મુંજાયેલી લાગતી હતી. આ ઘટના બાદ યુવતીનો પતિ બહાર ગયો હતો પણ જ્યારે પાછો ઘરે આવ્યો ત્યારે યુવતીએ જીવન ટૂંકાવી દીધું હતું. જે જોઈ પતિ કાકન શોકમાં ગરક થઇ ગયો હતો. હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.