રાજકોટ : ફોર્ચ્યુનર ચાલકે મોટરસાયકલ ચાલકને ફૂટબોલની જેમ ઉલાળ્યો , વિડીઓ જોઈ રુવાટા ઉભા થય જશે..
સોશિયલ મીડિયા પર અકસ્માતની અનેક ઘટનાઓના વિડિઓ વાયરલ થતા હોય છે! ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં ફોર્ચ્યુનર ચાલકે મોટરસાયકલ ચાલકને ફૂટબોલની જેમ ઉલાળ્યો , વિડીઓ જોઈ રુવાટા ઉભા થય જશે. ચાલો આ ઘટના અંગે વિસ્તુત માહિતી જાણીએ કે કંઈ રીતે આ ઘટના બની.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરમાં કારચાલકોની બેદરકારીના લીધે રવિવારના દિવસે કાલાવડ રોડ પર અકસ્માત ની બે જેટલી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઘટનામાં કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં સ્કોર્પિઓ કાર ડિવાઇડર પર ઉંધી પડી ગઈ હતી જ્યારે બીજી ઘટનામાં કોસ્મોપ્લેક્સ નજીક પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર એ બાઈક સવારને અડફેટે લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
ફોર્ચ્યુનર કાર બાઈક સવારને અડફેટે લીધો હોવાની બપોરના 3 કલાક અને 18 મિનિટ આસપાસ બની હતી. જેમાં ફોર્ચ્યુનર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધેલ અને આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થયેલ. સીસીટીવીમાં જોઈ શકો છો કે, કંઈ રીતે ફોર્ચ્યુનર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એકટીવા સાથે બાઈક સવાર પાંચ ફૂટ જેટલો હવામા ઉલળ્યો હતો.
આ સિવાય બ્લેક કલરની સ્કોર્પિયો કાર ડિવાઈડર પર ઉંધી પડી હોવાની ઘટના ઘટી હતી, જેમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિઓ કાર ડિવાઇડર પર ઉંધી પડી હતી અને આ ઘટના બનતા જ લોકો મદદે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનામાં અન્ય વાહન સવારોને કોઈપણ જાતનું નુકસાન નહોતું પહોચ્યું.
જાણવા મળતી માહિતી મુજબ બાઈક ચાલકને ઘરે પ્રસંગ હોય જેના કારણે તે કંકોત્રી વિતરણ કરવા નીકળ્યો હતો. ત્યારે બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ શહેર પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
રાજકોટ : ફોર્ચ્યુનર ચાલકે મોટરસાયકલ ચાલકને ફૂટબોલની જેમ ઉલાળ્યો pic.twitter.com/hJT91j7Td7
— News18Gujarati (@News18Guj) May 15, 2022
