રાજકોટ: મહિલાએ પોતાના પિતા અને ભાઈ સાથે મળી દોઢ 1.48 કરોડ ના દાગીના લુટી લીધા ! પકડાયા બાદ…
હાલમાં જ ગાંધીનગરમાં પત્નીને 3 વિઘા જમીન મેળવવા માટે પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી ત્યારે ફરી એકવાર હાલમાં જ રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરેખર તમને જાણીને આશ્ચર્ય પામી જશો.વાત જાણે એમ છે કે, પિતા-પુત્રીએ સાથે મળી દોઢ કરોડના સોના અને ડાયમંડના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે,બિલ્કીસનો પતિ હત્યાના ગુનામાં જેલમાં હોય ફરિયાદીને રૂપિયા આપી સમાધાન કરવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. સોનાના દાગીના વેચાય જતા તે પણ ફરી ખરીદવા લૂંટનું કાવતરું ઘડ્યું હતું. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી (TBZ) નામના શો-રૂમમાં શનિવારે સાંજે 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. શો-રૂમનો વિશાલ નામનો કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો. દરમિયાન ત્યાં પહોચતાની સાથે જ બિલ્કીસ બાનુએ તેના હાથમાંથી બોક્સ ઝુંટવી લઇ બાદમાં કાળા કલરની ક્રેટા કારમાં ભાગી ગયા હતા.
આ દાગીનામાં સોનાના 5 સેટ, સોનાની 12 બંગડી, સોનાના 3 ચેઇન, સોનાના 2 મંગળસુત્ર, સોનાની 4 વીટી સહિત તેની કિંમત 97,34,267 થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં 5 બ્રેસલેટ, 9 વીટી, 1 નેકલેસ અને 1 પેન્ડલસેટ તેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત 1,48,43,282 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
બિલ્કીસ બાનું Tbz શો-રૂમમાંથી ઘરેણાં ખરીદતી હોવાથી તે વિશ્વાસ કેળવ્યો હતો અને વીડિયો કોલ કરી ઘરેણાં પસંદ કર્યા હતા અને ઘરેણાં સાથે કર્મચારીને ઘરે બોલાવ્યો હતો. કર્મચારી પહોંચતાની સાથે જ તેમની પાસેથી ઘરેણાનું બોક્સ મેળવીને પાછળના રૂમમાં જઇ તેના સગીર પુત્રને આપી દીધા હતા. જે ઘરેણા સંતાડી દઈ શો-રૂમના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે તેના સગીર વયના પુત્ર અને તેના પિતાની શોધખોળ હાથ ધરી છે.
ચોંકાવનારી આવત એ છે કે, બિલ્કીસ બાનું ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો બિલ્કીસ બાનુ અગાઉ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુનામાં સંડોવણી સામે આવી છે. જ્યારે તેનો સગીર વયનો પુત્ર કે જેમના ઉપર પણ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે તેનો પતિ હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો છે.
