Gujarat

રાજકોટ મા વ્યાજખોરો ના ત્રાસ થી પિતા પુત્ર એ સજોડે આપઘાત કરી લીધો ! દવા પીને સંબંધી ને ફોન કરી કીધું કે “આપડા છેલ્લા રામ રામ..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, વ્યાજખોરોના અત્યાચારનાં લીધે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમાં એક સાથે પિતા અને દીકરા એ મોતને વ્હાલું કર્યું. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે, તમામ વિગતો આપણે જાણીએ. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, દિવસે ને દિવસે વ્યાજ ખોરોના લીધે અનેક લોકો પોતાનાનો જીવ ગુમાવે છે.

હાલમાં જ જાણવા મળ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જસદણમાં રહી હેર સલૂનનો વ્યવસાય કરતા પિતા-પુત્રએ સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દેતા. પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું. હાલના મળેલ માહિતી મુજબ આ આપઘાતના કારણ પાછળ વ્યાજખોરો કારણભૂત હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવતા પોલીસે મૃતકના મોટાભાઈના દીકરાના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

આ ઘટના વિશે વધુ જાણીએ તો, જસદણનાં શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા(ઉ.વ.52) અને તેનો પુત્ર સતીષ(ઉ.વ.25) બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને પિતા-પુત્રે સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રમેશભાઈએ તેમના મોટાભાઈના દીકરા નીરવને ફોન કરી જણાવ્યું કે, આપડા છેલ્લા રામ-રામ છે અને અમે દવા પી લીધી છે.

આ ઘટનાની જાણ થતાની સાથે જ દીકરા એ તેમને તાત્કાલિક ઘટના સ્થળે પોહચ્યાં અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું અને તેના પુત્ર સતીષની હાલત વધુ ગંભીર હોવાથી તાત્કાલિક રાજકોટની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સતીષનું પણ મોત નીપજતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો. એક સાથે બંનેનું નિધન થતા જ પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

જોકે આ આપઘાતના કારણ પાછળ વ્યાજખોરો કારણભૂત હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવતા જસદણ પોલીસે મૃતકના મોટાભાઈના દીકરાના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી. આ આપઘાતના બનાવમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, મૃતક રમેશભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.બાપ દીકરાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.ખરેખર જીવનમાં ક્યારેય આપઘાત કરવાનો વિચાર ન કરવો જોઈએ કારણ કે સમસ્યા નો એક માત્ર ઉકેલ આત્મહત્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!