રાજકોટ ની મહિલા એ પોતાના પતિ ની લંપટલીલા નો એવી રીતે પર્દાફાશ કર્યો કે જાણી ને તમે પણ વિચારતા થઈ જશો
કહેવાય છે ને કે, ગુજરાતીઓની બુદ્ધિમત્તા સામે કોઈ ન પહોંચી વળે. હાલમાં જ રાજકોટ ની મહિલા એ પોતાના પતિ ની લંપટલીલા નો એવી રીતે પર્દાફાશ કર્યો કે જાણી ને તમે પણ વિચારતા થઈ જશો. આ ઘટના દરેક પુરુષો માટે ચેતવણી રૂપ સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, લંપટ પતિની કરતુતોને પત્નીએ સોશિયલ મીડિયા ના માધ્યમથી તેના કાળા કરતૂતો પકડી પાડ્યા. આ ઘટના અંગે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ.
પત્નીએ પોતાના પતિના સ્ત્રી સાથેના સંબંધો પકડવા માટે પત્નીએ ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી પતિની કરતુતોને ખુલી પાડી છે.આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, પરિણીતાએ અમદાવાદ ના શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા અતિ સાસુ તેમજ દિયર વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2010માં તેના લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ સાસુ રસોઈ બાબતે મેણા ટોણા મારી ઝઘડો કરતા હતા. તો
તેમજ ખાસ કરીને દિયર પણ તમે જ્યારથી ઘરે આવ્યા છો ત્યારથી અમારા ઘરમાં કંઈ જ સારું નથી થતું. મારી નોકરી પણ તમારા અશુભ પગલાના કારણે જ જતી રહી છે તેમ કહી હેરાન પરેશાન કરતા હતા. આ કારણે પતિને ફરિયાદ કરતા પતિ પણ મારા પર છેડાઈ જઈ મારી સાથે ઝઘડો કરતા હતા. તેમજ આ ઘટનામાં ચોંકાવનારી વાત એ હતી કે પરિણીતાને જાણવાં મળ્યું કે પતિ કોઈ યુવતી સાથે વાતચીત કરતો હતો. જયારે મહિલા એ પોતાના પતિને આ અંગે પૂછ્યું તો કહ્યું કે, અમે બંને પહેલા એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ હાલ અમે માત્ર મિત્રો છીએ.
મહિલા એ ફરિયાદમાં એ પણ જણાવ્યું કે, પતિને બ્રેંઈન ટ્યુમર થતા સાસુ તેમ જ મારા દિયર દવા સહિતનો ખર્ચ મારા માવતરથી લઈ આવવા દબાણ કરતા હતા. જેથી મહિલા એ પોતાનાઘરેણા વેચીને પતિની સારવાર કરાવી હતી.સાજા થઈ ગયા બાદ પણ મારા પતિ અવારનવાર યુવતીઓ સાથે વાતચીત કરતો જેના કારણે મહિલાએ સોશિયલ મીડિયામાં એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જે ફેક એકાઉન્ટ બનાવી મેં મારા પતિ સાથે વાતચીત શરૂ કરી હતી.
વાતચીત દરમિયાન મારા પતિએ પંજાબી છોકરી સાથેના સંબંધોની વાત સ્વીકારી હતી. એટલું જ નહીં મારા પતિ મળવા માટે અમદાવાદ પણ બોલાવતા હતા. ફેક આઈડીના માધ્યમથી મહિલા એ કહ્યું કે આપણા સંબંધોની ખબર તમારી પત્નીને પડશે તો તમે શું કરશો. ત્યારે પતિએ મને ફેક આઈડીમાં જણાવ્યું હતું કે, તો હું મારી પત્નીને પણ છોડી દઈશ.આ ઘટના બાદ યુવતીએ ભાઈ સાથે અમદાવાદ જઈ મારા પતિને સમગ્ર ચેટ બતાવી તેમની લંપટ લીલા વિશે જાણ કરી હતી.
