રાજકોટના યુવાનને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પેહલા પત્ની ને વિડીઓ કોલ મા કીધુ કે “હુ નહી..
હાલ રાજ્ય મા સતત આપઘાત ના બનાવો મા વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરી ને મોટા શહેરો મા આપઘાતના બનાવો નુ પ્રમાણ સતત વધી રહ્યુ છે ત્યારે હાલ રાજકોટ માથી એક આપઘાત નો બનાવ સામે આવ્યો છે જેમા મેટોડા મા રેહતા અને પ્રાઈવેટ કંપની મા નોકરી કરતા યુવાન ના પોતાની પત્ની ને પિયર મા મોકલી ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો રાજકોટના મેટોડા અંજલી પાર્કમાં આવેલ નિલકમલ સોસાયટીમાં મા રહતો યુવાન કે જેનુ નામ રાહુલ હેમરાજભાઈ સોંદરવાએ (ઉ.વ.26)ગત રોજ સાંજે 7 વાગ્યા ના સુમારે પોતાના ઘરે પ્લાસ્ટિક ની દોરી વડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો આ ઘટના ની જાણ પોલીસ ને થતા લોધીકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવાન રાહુલ સોંદરવા નુ મુળ વતન માળીયાહાટીના જુથડ ગામના વતની હતો જ્યારે રાજકોટ ખાતે મેટોડા મા આવેલી ખાનગી કંપની મા નોકરી કરતો હતો અને તેના લગ્ન 9 મહીના અગાવ જ સોમનાથના કાજલી ગામે હેમવતી નામની યુવતી સાથે લગ્ન થયા હતા જ્યારે બાદ પત્ની સાથે રાજકોટ મા મેટોડા મા રહેવા આવ્યો હતો.
રાહુલે ગતરોજ પત્ની હેમવતી ને કહ્યુ હતુ કે મારે બે દિવસની રજા છે. તો તું તારા પિયર જઈ આવ જે બાદ તે ચાર વાગ્યે તેની પત્નીને રેલ્વે સ્ટેશને મુકવા ગયો હતો. અને સાંજે વિડીયોકોલ કરીને પુછયું હતું કે તું કયા પહોંચી જે બાદ પત્નીએ સોમનાથ પહોંચ્યાનું કહેતાં રાહુલે કહ્યું હતુ કે હવે હું નહી રઉ કહી ફોન કાપી નાખ્યો હતો અને ઘરે જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક બે-ભાઈમાં મોટો હતો બનાવથી પરીવાર પર આભ તુટી પડયું હતું.