લોકપ્રિય ગાયક મણિરાજ બારોટની દિકરી ‘રાજલ બારોટ’નો તલવાર ફેરવતો વિડીઓ વાયરલ! જુવો વિડીઓ
ઉત્તર ગુજરાતનું અમૂલ્ય રતન અને સંગીત જગતમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપનાર મણીરાજ બારોટ ને ગુજરાતીઓ ક્યારેય ભૂલી નથી શકવાના! આજે પણ લગ્નમાં અને ડાયરામાં મણીરાજ નાં ગીતો થી ગુંજી ઉઠે છે. સૌથી મહત્વની વાત એ છે કે, મણીરાજ પોતાનો સંગીતનો વારસો તેમની લાડકવાયી દીકરી રાજલ બારોટ ને આપ્યો છે. જ્યારે રાજલ બારોટ સ્ટેજ પર ગીતો ગાઈ છે, ત્યારે લાગે જાણે આપણે મણીરાજ બારોટ ને નિહાળી રહ્યા છીએ..
રાજલ બારોટ સંગીત ક્ષેત્રે આપમેળે સફળતા મેળવી છે. મણીરાજ ની દીકરી તરીકે નહિ પરતું પોતાની કળા ને આવડત થકી આજે જીવનમાં સફળતાનાં સોપાન સર કર્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજલ બારોટ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે , ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં રાજલ બારોટ નો એક તલવાર ફેરવતો વિડિયો વાયરલ થયો છે.આ વીડિયો દેવભૂમિ દ્વારકાજિલ્લામાં એક પ્રોગામ સમયે રાજલ બારોટે ગુજરાતી ગીત ગાત સમયે તલવાર ફેરવી હતી.
આ વિડિયોમાં તમે જોઈ શકશો કે, ગુજરાતી પહેરવેશમાં રાજલ બારોટ અતિ સોહામણી લાગી રહી છે ને જ્યારે તે તલવાર ફેરવે છે, શોર્યતાની મૂર્તિ સમાન લાગી રહી છે. આ જોઇ કોઈ પણ બે ઘડી માટે તો તેમના જ ખોવાઈ જશે. જ્યારે તમે પણ આ વીડિયો જોશો તો આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરશો. ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયમા દર્શકો ને ખૂબ જ પસંદ આવી રહ્યો છે..
એક ઇન્ટરવ્યૂમાં રાજલ બારોટને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે તલવાર ફેરવવાનું કોની પાસેથી શીખ્યા છો ? ત્યારે રાજલ બારોટ કહેલું કે તેણે કોઈપણ વ્યક્તિ પાસેથી તલવાર ફેરવવાનું નથી શીખ્યું. એકવાર એક પ્રોગ્રામમાં હાથમાં તલવાર લઈને ફેરવવાનું શરૂ કર્યું અને બસ ત્યાર પછી તો તેમની આ ઓળખ બની ગઈ. જે રીતે તેમના પિતા એ ડાયારાઓમાં ઊભા રહીને ગાવાની શરૂઆત કરી હતી, એ પરંપરા આજ સુધી અડીખમ છે.
View this post on Instagram