રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે પાર્ટનર એન્ડ્રુ રિચાર્ડસન સાથે લગ્ન કર્યા ! જુઓ તસ્વીરો
હાલ જ એક વાતે ખુબ જ જોર પકડયું છે કે દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે બે દિવસ પહેલાં પોતાના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા હોય અને બન્ને ના ફોટા પણ સોસીયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યા છે.

જો આ બાબતે વિગતે વાત કરીએ તો માનવેન્દ્રસિંહે જેની સાથે લગ્ન કર્યા હોવાની વાત છેએ રિચર્ડ્સને આ બાબતની માહિતી પોતાના ફેસબુક પર પોસ્ટ કરી હતી તથા તસવીરો પણ શૅર કરી હતી. એમાં મેરેજ સર્ટિફિકેટ પણ સામેલ છે. પરંતુ આ બાબતે હાલ કોઈ સત્તાવાર રીતે કોઈ વિગત સામે આવી નથી પરંતુ બન્ને અમેરિકા મા હોય તેવી જાણકારી મળી હતી.

આન્દ્રેએ તેના અને માનવેન્દ્રના અનેક ફોટા અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં મૂક્યા છે. નોંધનીય છે કે 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એકસાથે રહેતા આવ્યા છે અને મોટા ભાગે બંને સાથે જ જોવા મળે છે. તેમણે લગ્નની વાત અનેક વાર કરી છે, પણ લગ્ન કર્યા હોવાની વાતનો ક્યારેય જાહેરમાં સ્વીકાર કર્યો નથી, પરંતુ હાલમાં જ રિચર્ડ્સે સોશિયલ મીડિયામાં માનવેન્દ્રસિંહ સાથેના મેરેજની વાત શૅર કરી છે.
