Gujarat

વધુ એક ગેંગવોર ! ચાર લોકોએ ધડાધડ ગોળીઓ વરસાવી ડોન રાજુ ઠેઠનુ ઢીમ ઢાળી દીધુ…જુઓ લાઈવ વિડીઓ

હાલ ના સમય મા દેશ ના અલગ અલગ રાજ્યો મા ગુજરાત પ્રવૃતિઓ નુ પ્રવાસ ખુબ જ વધી રહ્યુ છે એમા પણ ખાસ કરી ને હરિયાણા, પંજાબ અને રાજસ્થાન મા અવાર ગેંગવોર ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી એક વખત રાજસ્થાન ના સીકર મા એક ગેંગવોર ની ઘટના બની હતી જેમા એક વ્યક્તિ નુ ગોળી વાગવાથી મોત થયું છે જેનો વિડીઓ હાલ સોસીયલ મીડીઆ પર પણ વાયરલ થઈ રહ્યો છે.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો આ ઘટના રાજસ્થાન ના સિકર મા બની હતી જ્યા ઉધોગનગર વિસ્તાર મા રાજુ ઠેઠ નામના ગેંગસ્ટર ની તેના ઘર પાસે જ ગોળીઓ મારી હત્યા કરાઇ છે. આ સમગ્ર કાંડ ની જવાબદારી લોરેન્સ ગેંગના હિસ્ટ્રીશીટર રોહિત ગોદારાએ રાજુ ઠેઠના મૃત્યુની જવાબદારી લીધી છે. કહેવામા આવી રહ્યુ છે કે રાજુ ઠેઠ ને આનંદપાલ જુથ સાથે દુશ્મની હતી. અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજુ ઠેઠની હત્યા માટે લગભગ 10 વર્ષથી પ્લાન બનાવવામાં આવી રહ્યો હતો

જ્યારે હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં આનંદપાલ ગેંગ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કામ કરી રહી હતી અને આનંદપાલ અને બલવીરની હત્યાનો બદલો લેવા માટે આ ઘટના ને અંજામ આપ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળેલ છે. જ્યારે રોહિત ગોદારા ના ફેસ-બુક id પર જવાબદારી પણ લેવામા આવી છે. સાથે લખવામા આવ્યુ છે કે આનંદપાલ અને બલબીર બાનુડાની હત્યા નો બદલો લેવામા આવ્યો છે.

જ્યારે આ સમગ્ર ઘટનાક્રમ નો એક વિડીઓ પણ સામે આવ્યો છે. આ વિડીઓ મા જોઈ શકાય છે કે બદમાશો ખુલ્લેઆમ ફાયરિંગ કરી રહ્યા છે. વીડિયોમાં ચાર આરોપીઓ દેખાઈ રહ્યા છે. ચારેયના હાથમાં હથિયાર છે. આરોપીઓએ રાજુ થીથ પર ફાયરિંગ શરૂ કરતા જ નાસભાગ મચી ગઈ છે. ગોળીઓનો અવાજ સાંભળીને લોકો દોડવા લાગે છે. ગોળી માર્યા બાદ ઓરોપી કોઈનો પણ ડર રાખ્યા વગર આરમથી બંદૂક હાથમાં પકડીને નીકળે છે. ત્યારે થોડેક આગળ જઈ એક આરોપી હવામાં ફાયરિંગ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!