Gujarat

શેર બજારના “બીગબુલ” રાકેશ ઝુનઝુનવાલાનુ નિધન થયું ! એક સમયે 5 હજાર લઈને માર્કેટમા આવેલા આજે 40 હજાર કરોડ…

ગત બે ત્રણ વર્ષ દેશ માટે ખુબજ ભારે રહ્યો છે દેશ ની મોટી હસ્તીઓ એ દુનીયા ને અલવિદા કહ્યુ છે જેમા ફિલ્મ સ્ટારો, રાજનેતાઓ અને ઘણા વિઝનેસમેનો પણ છે ત્યારે હાલ જ એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે દેશ ના મોટા ઉદ્યોગપતિ અને શેરબજાર કિંગ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લીધા છે.

રાકેશ ઝૂનઝૂનવાલા ની વાત કરવા મા આવે તો તેવો ને ભારતના વોરેન બફેટ તરીકે ઓળખવા મા આવે છે તેવો એ તાજેતર મા “આકાસ” એરલાઇન્સ ચાલુ કરી હતી ત્યારે તેવો લાસ્ટ ટાઈમ જાહેર મા જોવા મળ્યા હતા. રાકેશ ઝૂનઝૂનવાલા ની ઉમર 62 વર્ષ ની હતી રાકેશ ઝુનઝુનવાલાએ કોલેજના દિવસોથી જ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. એકવાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે શરૂઆતમાં તેણે $100નું રોકાણ કર્યું હતું. ખાસ વાત એ છે કે તે સમયે સેન્સેક્સ ઈન્ડેક્સ 150 પોઈન્ટ પર હતો, જે હવે 60 હજારના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

રાકેશ ઝુનઝુનવાલાએ જ્યારે શેર બજાર મા રોકાણ શરુ કર્યુ ત્યારે તેવો એ માત્ર 5 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી જયારે આજે તેવો આજે તેમની નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે જ્યારે 1992 મા હર્ષદ મહેતા scam બહાર આવ્યુ ત્યારે તેવો એ શેર બજાર મા શોર્ટ સેલીંગ કરી અઢળક રુપીઆ કમાયા અને ત્યાર બાદ થી તેવો શેર બજાર ના “બીગ બુલ” અને શેર બજાર ના કીંગ તીરકે જાણીતા થયા અને અલગ અલગ સેક્ટર મા તેવો એ રોકાણ કર્યુ.

હાલ રાકેશ ઝુનઝુનવાલા ના ને બે અઠવાડીયા અગાવ જ હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ કરવા મા આવ્યા હતા જયારે આજે સવારે છ વાગ્યા ના સમયે તેમના મોતના સમાચાર આવ્યા હતા જ્યારે હોસ્પિટલ એ લઈ જવાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!