રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયાએ આદિપુરુષનું ટીઝર જોઈને રાવણનાં પાત્ર વિશે કહ્યું કે, રાવણ મુઘલ…
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર સોશીયલ મીડિયામાં આદિપુરુષનું ટીઝર ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. આપણે જાણીએ છે કે, આ ટીઝરમાં તમામ પાત્રોના લુકની ઝલક બતાવવામાં આવી છે. રાવનનું પાત્ર ખૂબ જ મહત્વનું છે, ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. રાવણ વિશે એવું બોલ્યા કે જાણીને તમે પણ કહેશો કે, આ વાત સત્ય છે.
આ ટીઝરમાં સૈફ અલી ખાનને રાવણના અવતારમાં જોઈને અને VFXમાં જોઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. હિન્દૂધર્મનાં તમામ લોકોની રામાયણ સાથે આસ્થા જોડાયેલી છે. રાવણનો અવતાર જોઈને સૌ કોઈ નારાજ થયા છે. જે રીતે સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે, એ ઉપરથી લોકોએ તેની મજાક ઉડાવી છે..દીપિકા ચિખલિયાએ સૈફના લુક વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
એક વાતચીતમાં દીપિકા ચિખલિયાએ કહ્યું- ફિલ્મનું પાત્ર દર્શકોને આકર્ષે તેવું હોવું જોઈએ. જો પાત્ર શ્રીલંકાનું છે તો તે મુઘલ જેવું ન દેખાવવું જોઈએ. હું વધુ સમજી શકતી નથી કારણ કે ટીઝરમાં 30 સેકન્ડથી વધુ નથી જોઈ શક્યા પરંતુ તે અલગ દેખાય છે. હું સંમત છું કે સમય બદલાઈ ગયો છે અને VFX એ એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ જ્યાં સુધી લોકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે ત્યાં સુધી. આ માત્ર ટીઝર છે, તેના પર અત્યારથી બોલવું ન્યાય નથી.
દીપિકાએ આગળ કહ્યું- જો હું તેને રામાનંદ સાગરની રામાયણના રાવણ અરવિંદ ત્રિવેદી સાથે કનેક્ટ કરીશ તો મને તે ગમશે નહીં. પરંતુ મને લાગે છે કે દરેક અભિનેતાને તેનું પાત્ર ભજવવાની એટલી સ્વતંત્રતા હોવી જોઈએ કે તે પાત્રને પોતાની રીતે જોઈ શકે.હાલમાં તો ફિલ્મનું ટીઝર આવ્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ ફિલ્મનું ટ્રેલર કેવું હશે કારણ કે આફિલ્મ પાછળ 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ટીઝરને લઈને દરેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.