Entertainment

રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતાની રિઅલ પત્ની છે આટલા સુંદર! જુઓ તેમની તસ્વીરો..

ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરતા કલાકારોની અંગત લાઈફ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. આજે આપણે રામાયણ ની સિરિયલ થી લોકપ્રિય થયેલ કલાકાર અરુણ ગોવિલના જીવન વિશે. તમને જાણીને આશ્ચય થશે કે, તેમના જીવનમાં એક નહીં પણ બે જીવન સંગીનીનું આગમન થયેલું.

અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી 1952ના રોજ મેરઠ , ઉત્તર પ્રદેશમાં થયો હતો.અરુણના પિતા શ્રી ચંદ્ર પ્રકાશ ગોવિલ સરકારી અધિકારી હતા. અરુણ છ ભાઈ અને બે બહેનમાં ચોથો છે. તેમના મોટા ભાઈ વિજય ગોવિલે તબસ્સુમ સાથે લગ્ન કર્યા હતા. જે અભિનેત્રી હતા અને ત્યારબાદ 21 વર્ષ બાદ લગ્ન જીવનનો અંત આવતા અરુણ ગોવિલે અભિનેત્રી શ્રીલેખા સાથે લગ્ન કર્યા છે, આજે તેમના બંનેનાં બાળકો છે.

શ્રીલેખા પણ એક ઉમદા અભિનેત્રી છે અને તેમને બોલિવુડનું ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમણે 1996માં આવી ફિલ્મ ‘હિંમતવર’ અને ‘છોટા સા ઘર’માં કામ કર્યું હતું. ‘હિંમતવર’ ફિલ્મમાં ધર્મેન્દ્ર, મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણ જેવા એક્ટર્સ હતા.અરુણ અને શ્રીલેખા નાં જીવનનો એક ખાસ પ્રસંગ હતો તેમને મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે‘ લગ્ન બાદ અરુણ કશું બોલતા નહીં, તેથી એક દિવસ મેં પૂછ્યું કે તમારા મારી સાથે જબરદસ્તીથી લગ્ન થયા છે કે કેમ!

તમે કશું બોલતા નથી. બીજા દિવસે અરુણે તેને એક કાર્ડ આપ્યું. તેમાં એક ધોધ બનાવવામાં આવ્યો હતો અને તેમાં નીચે લખ્યું હતું જો તમે મારું મૌન સમજી શકતા નથી તો તમે મને કેવી રીતે સમજી શકશો.બસ તે દિવસ થી શ્રી લેખા તેમની લાગણીઓને સમજવા લાગ્યા

. તે દિવસથી શ્રીલેખાએ ક્યારેય પણ અરુણના શાંત સ્વભાવ પર સવાલ ઉઠાવ્યા નથી. આજે બંને દંપતી ખૂબ જ ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. શ્રી લેખા લાઇમ લાઈટ થી દુર રહે છે અને તેઓ પણ ખૂબ જ સુંદર અને નિખાલસ સ્વભાવના છે અને તેમની લાઈફ સ્ટાઈલ પણ ખૂબ જ સારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!