Entertainment

બોલીવુડ મા સન્નાટો! વધુ એક પીઠ દિગ્ગજ અભિનેતા નુ નીધન થયુ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વના લોકો દ્વારા ભારતીય ફિલ્મો અને તેમના કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. લોકોને ફિલ્મી કલાકરો અને તેમના અંગત જીવન વિશે જાણવાની ઈચ્છા રહે છે. જોકે બોલીવુડમાં આવવું અને લોકોમાં પોતાની લોક પ્રિયતા મેળવવી દરેક વ્યક્તિ માટે સહેલી બાબત નથી. આપણે ઘણા એવા કલાકરો પણ જોયા છે કે જેઓ અમુક ફિલ્મો માં નજરે પડ્યા બાદ બોલીવુડના પાતાળમાં ખોવાઈ જાય છે. જોકે અમુક કલાકારો લોકોના માનસપટલ પર ઊંડી છાપ છોડી જાય છે.

આપણે અહીં એક એવા જ શાનદાર કલાકાર વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની એક્ટિંગ સિકલ થી વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યું અને હિન્દી ઉપરાંત મરાઠી ભાષામાં પણ પોતાની અભિનય ની કળા બતાવી હતી જોકે હાલમાં આ દિગ્ગજ અભિનેતાના અવશાન ના કારણે બોલીવુડમાં શોકનો માહોલ છે. આપણે અહીં દિગ્ગજ અભિનેતા નું નામ રમેશ દેવ છે. વાત કરવાની છે કે જેમનું કોકિલા બેન અંબાણી હોસ્પિટલમાં 93 વર્ષની ઉંમરે હાર્ટઅટેક ના કારણે અવશાન થયું છે.

જો વાત રમેશ દેવ ના અંગત જીવન વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમની પત્નીનું નામ સીમા દેવ છે. તેમના બે સંતાનો પણ છે જે પૈકી એકનું નામ અંજિંકય દેવ અને અભિનય દેવ છે. જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે સીમા અને રમેશ દેવ ના પ્રેમ લગ્ન થયા છે, સીમા દેવ એક સફળ અભિનેત્રી હતા. જો વાત રમેશ દેવના એક્ટિંગ કરિયર વિશે કરીએ તો તેમણે હિન્દી અને મરાઠીની અનેક ફિલ્મો માં કામ કરિયું છે. તેમની પહેલી મરાઠી ફિલ્મ ‘પાતલાચી પોર’ હતી જયારે તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘આરતી’ હતી.

બોલીવુડમાં રમેશ દવે નો ઘણો સક્રિય ફાળો રહ્યો છે તેઓ ભલે મુખ્ય અભિનેતા તરીકે સફળતા ના મેળવી હોઈ પરંતુ તેમણે સહાયક અભિનેતા તરીકે અનેક લોકોના દિલ જીત્યા છે રમેશ દવેએ આશરે 450 ફિલ્મો માં કામ કર્યું છે. એક જુનિયર આર્ટિસ્ટ તરીકે શરૂ કરેલ સફર લોકોના પસંદગીના કલાકાર સુધી ચાલી તેમણે દિવસના 25 રૂપિયા લેખે આવક સ્વરૂપે કાર્ય શરૂ કર્યું હતું. પિતા રમેશ દેવના નિધન બાદ પુત્ર અંજિંકય દેવે જણાવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફ ની ફરિયાદ કરતા પિતાને હોસ્પિટલ લ;લાવવામાં આવ્યા હતા. જ્યાં હાર્ટઅટેક ને કારણે તેમનું નિધન થયું છે. હાલમાં મળતી માહિતી અનુસાર તેમનો અંતિમ સંસ્કાર પવન હંસ ટર્મિનલ પાસેના વિલે પાર્લે સ્માશાનગ્રહમાં કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!