Gujarat

ગુજરાત મા જગ્યા પર 47 એકર જમીન પર બની રહ્યુ છે ભવ્ય “રામવન” ! રામ ભગવાન નો વનવાસ કેવો હતો એ હતો તેની ઝાખી કરવાશે… જુવો તસ્વીરો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. એક સમયે રાજકોટ કાઠીયાવાડી રાજધાની હતી અને આજના સમયમાં રાજકોટ રંગીલું શહેર તરીકે ઓળખાય છે, ત્યારે આ શહેરમાં પર્યટકોને આકર્ષતા અનેક સ્થળો આવેલા છે.

ત્યારે આજે અમે આપને રાજકોટમાં આવેલ એક અનોખા સ્થાન વિશે જણાવશું. ભગવા શ્રી રામની અનુભૂતિ કરાવતું રામવન બની રહ્યું છે, જ્યાં તમેં આનંદદાયક ની સાથે આધ્યાત્મિક અનુભવ કરી શકશો. હાલમાં 94 % આ વનનું કામ પૂર્ણ થઈ ગયું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ નજીક 47 એકર વિશાળ જગ્યા પર ‘રામવન’ નિર્માણ થવા જઈ રહ્યું છે.ખાસ વાત એ કે, આ રામવન ખાતે ભગવાન શ્રીરામના જુદા જુદા પ્રસંગો દર્શાવતાં 22 જેટલાં સ્કલ્પ્ચર મુકવામાં આવેલ છે તેમજ ભગવાન શ્રીરામે કરેલ વનવાસની અનુભુતી કરી શકો છો અને આ વનમાં 55 હજાર વૃક્ષની હરિયાળીથી રમણીય લાગશે.

તેમજ આ વનમાં રામ વનમાં સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબિશન એરિયા માટે પ્લેટફોર્મ, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ અને આકર્ષક એન્ટ્રી ગેઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આ વન બનાવવાનો હેતુ એ છે કે, લોકો ભગવાન શ્રીરામ 14 વર્ષ માટે વનમાં રહી વનવાસ વેઠ્યો હતો. જેથી રામવનમાં ભગવાને જંગલમાં વિતાવેલાં 14 વર્ષ સહિત તેમના જીવન સાથે જોડાયેલા પ્રસંગોને જીવંત રૂપ નજર સમક્ષ નિહાળી શકાશે.

આ રામવનનો મુખ્ય પ્રવેશ દ્વાર ધનુષબાણનો છે તેમજ ભગવાન શ્રીરામની મૂર્તિ, ભગવાને વનમાં વિતાવેલા અલગ અલગ પ્રસંગોના 22 જેટલાં સ્કલ્પ્ચર મુકવામાં આવશે.

તેમજ આ વનમાં ઇલેક્ટ્રિક કાર હશે જેમાં તમે બેસી સફર માણી શકશો. રાજકોટના મેયરશ્રી જણાવેલ કે રામવન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમજ ગુજરાતનાં દરેક લોકો આ સ્થાનની મુલાકાત લઈ.ખાસ વાત એ છે કે, રામવનમાં પર્યટકો વનમાં હોય એવી અનુભૂતિ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!