Gujarat

રણુજા થી પરત ફરતી વખતે ભયંકર અકસ્માત મા એક સાથે ચાર મિત્રો ના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ

રાજ્ય મા અવારનવાર રોજ અકસ્માતો નો ઘટના બનતી હોય છે ત્યારે ફરી એક મોટી અકસ્માત ની ઘટના બની છે. જેમા ચાર લોકો ના કરુણ મોત નીપજ્યા હતા. મોડાસા રોડ પર આ અકસ્માત ની ઘટના બની હતી જેમાં કાર અને આઈસર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અને બન્ને વાહનો ધડાકાભેર અથડાયા હતા. અને જાણવા મળ્યુ હતુ કે મૃતકો રણુજા થી દર્શન કરી પરત આવતા હતા.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર  ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ મિત્રોને ની કાર અને સામે થી આવતા આઈસર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેનો કાર નંબર ટ્રક કાર (નં. GJ-07-DA-8318) આઈસર ટ્રક (નં. RJ-06-GB-1433) જાણવા મળ્યો હતો.

આ ઘટના મા ચાર લોકો ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જયારે એક વ્યક્તિ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ આઈસર ટ્રકચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો, જ્યારે આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર બન્ને વાહનો ની સ્પીડ વધુ હોઈ શકે અને ઓવરટેક કરવા જતા આ ઘટના બની હોય શકે. આ ઘટના મા રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55) મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48) નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35) શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33) ​​​​​​​નુ કરુમ મોત થયું હતુ જ્યારે જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં. વ. 29) નામની વ્યક્તિને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો છે.

આ ઘટના મા મૃત્યુ પામેલી વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે, જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ખેડા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મહેશ મહેતાએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ ઘટનામાં મોતને ભેટેલા તમામ 4 હોમગાર્ડ ને વ્યક્તિ દિઠ સહાય ચૂકવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!