Gujarat

પિતાના ઇન્ટરવ્યૂ પર રવીન્દ્ર જાડેજાએ કર્યું ટ્વીટ!! કહ્યું કે “આ તમામ અસત્ય અને મારી ધર્મપત્ની…

હાલમાં સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાની ચર્ચા ખૂબ જ થઈ રહી છે. વીટીવીના અહેવાલ અનુસાર માહિતી મળી છે કે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે હાલમાં જ એક ન્યુઝ વેબ પોર્ટલને આપેલ આપેલ ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના દીકરા અને પુત્રવધુ સાથેના સંબંધો વિશે વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ જાહેર થતાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાના પિતા એ શું કહ્યું તેમજ પિતાએ આપેલ આ ઇન્ટરવ્યૂ બાદ રવિન્દ્ર જાડેજા એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ઇન્ટરવ્યુમાં જણાવેલ વાતોને અવગણવાનું કહ્યું.

આ બ્લોગ દ્વારા અમે આપને વધુ માહિતી આપીએ. ન્યુઝ પોર્ટલ ને આપેલ ઇન્ટરવ્યુમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ કહ્યું કે, મારા દીકરા રવિન્દ્ર જાડેજા કે તેની પત્ની સાથે કોઈ જ સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર બાદ બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં. એને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, તો આજે અમારી આવી હાલત ન હોત.

વધુમાં તેમણે પોતાના પુત્રવધુ વિશે પણ કહ્યું કે લગ્ન બાદ
પુત્રવધુ કહ્યું કે બધું એમના નામે કરી દો, ઘરમાં ખટપટ કરીને પરિવારને નોખા કરવા લાગ્યા. તેને પરિવાર જોઇતો નથી, બધું સ્વતંત્ર જોઇએ છે. અમારા કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. રવિના સાસુ-સસરા બધો વહીવટ કરે સંભાળે છે અને દરેક વાતોમાં દખલગીરી કરે છે અને તેમને રવિની જરૂર નથી માત્ર તેના પૈસાથી જ મતલબ છે.

આ તમામ વાતો જાહેર થતા જ સૌ કોઈને આંચકો લાગ્યો છે, કહેવાય છેને કે ક્યારેક કોઈના મોઢે સાંભળેલું પણ સાચું નથી હોતું. આ ઇન્ટરવ્યૂ બાદ રવિન્દ્ર જાડેજા એ પણ પોતાના મનની વાત કરી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે,ચાલો સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુમાં જે કહેવામાં આવે છે તેને અવગણીએ. હાલમા અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમા જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. આભાર.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના ક્રિકેટર છે અને તેમના પત્ની જામનગર વિધાન સભાના ધારાસભ્ય છે. તેમના પારિવારિક મતભેદો અને સંબંધો વિશે હાલમાં ચર્ચાઓ વાયુવેગે થઈ રહી છે, ત્યારે ખરેખર આ ખબર ખૂબ જ ચોંકાવનારી છે, હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આ ખબર વિશે ચારો તરફ વાતોચિત થઈ રહી છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!