ભલભલા ગુંડાઓ નુ માથું ભાંગે એવી છે આ લેડી ડોન રેખા ! હત્યા ના આરોપ મા એક નાની એવી ભુલ ના લીધે પકડાઈ ગઈ..જુઓ તસવીરો
આ જગતમાં એ વાત તો સાચી જ છે કે, તમે ગમે એટલા પાપ કરી લો પરંતુ તમારા પાપનો ઘડો એક દિવસ તો છલકાઈ જશે. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે. ભલભલા ગુંડાઓ નુ માથું ભાંગે એવી છ લેડી ડોન રેખા. હત્યા ના આરોપ મા એક નાની એવી ભુલ ના લીધે પકડાઈ ગઈ કે જાણીને તમે પણ ચોંકી જશો. કહેવાય છે ને ગમે તેવો મોટો આરોપી કેમ ન હોય પણ કોઈપણ ગુન્હો કરે એટલે એવી તો ભૂલ કરી બેસે છે કે, તેનો સબુત પોલીસને મળી રહે છે.
ચાલો અમે આપને જણાવી કે, આખરે ક્યાં કારણોસર રેખા ડોન પકડાઇ ગઈ. રેખા ડોનની પોલીસ હત્યા કેસ મામલે શોધ કરી રહી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, શહેરમાં જે રેખા મીના ડોનનો કહેર હતો તેને કરૌલીમાં એક વિદ્યાર્થીને ગોળી મારીને રેખા મીના ફરાર થઈ ગઈ હતી. પોલીસથી બચવા માટે તજયપુર આવી હતી અને ખાલી એક નાની એવી ભૂલના કારણે પોલીસમાં સંકજામાં આવી ગઈ હતી.
આ મામલે ડીસીપી (પૂર્વ) રાજીવ પચારે જણાવ્યું હતું કે 10 દિવસ સુધી તે કરૌલી અને તેની આસપાસના વિસ્તારોમાં મિત્રો સાથે ફરાર જતી હતી. આ પછી તેણે તેની મિત્ર હેમા મીનાનો સંપર્ક કર્યો. હેમા છેલ્લા 6-7 મહિનાથી જયપુરના ઈન્દ્રા ગાંધી નગરના ખોહ નાગોરિયામાં ભાડાના મકાનમાં રહેતી હતી. દૌસામાં જીવા હત્યા કેસમાં જેલમાં ગયેલો તેનો બોયફ્રેન્ડ કમલેશ પણ તેની સાથે રહે છે. કમલેશ બે મહિના પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં લોકોને ઇન્સ્ટા અને ફેસબુકનો ભારે શોખ છે અને ગમે ત્યાં જાય ત્યારે ફેસબુક કે ઇન્સ્ટા લાઈવ કરે છે. તા.13 ડિસેમ્બરે લેડી ડોન રેખા મીના હેમાના બોયફ્રેન્ડ કમલેશ સાથે કારમાં ફરવા ગઈ હતી. બંને જગતપુરા ફાટક પાસે કારમાં બેઠા હતા. આ દરમિયાન રેખાએ ફેસબુક લાઈવ કરીને તેના વિરોધી જૂથ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેણે વિરોધી જૂથને ધમકી આપી હતી કે જો તમારામાં હિમ્મત હોય તો જગતપુરા દરવાજા પાસે આવો એવી ધમકી આપી હતી.
રેખાની આ નાની એવી ભૂલ ન કારણે પોલીસને ફેસબુક લાઈવ દ્વારા જાણ થઈ અને પોલિસને આખરે જાણ થઈ ગઈ કે રેખા ડોન ક્યાં છે. રામનગરિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજેશ ચૌધરીને 11 કલાક પછી લેડી ડોન રેખા મીનાનું લોકેશન મળ્યું. લોકેશનના આધારે મોડી રાત્રે પોલીસ ટીમે ખોહ નાગોરિયાના ઈન્દ્ર ગાંધી નગરમાં હેમાના ઘરે દરોડો પાડ્યો હતો.
રેખા મીના, હેમા અને તેનો બોયફ્રેન્ડ કમલેશ દારૂની મહેફિલ બાદ ઘરે સૂઈ રહ્યા હતા. કમલેશ અને હેમાએ ગેટ ખોલતાની સાથે જ પોલીસને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસને કહેવા લાગ્યો કે તમે રાત્રે કેવી રીતે આવ્યા, અહીં કોઈ નથી. પોલીસ અંદર ગઈ ત્યારે લેડી ડોન રેખા મીના જોવા મળી હતી. જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે તેને બચાવવા માટે હેમા અને કમલેશ લાગ્યા. પોલીસે ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસે હેમા અને કમલેશની શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ કરી છે.