Gujarat

RPF કોન્સ્ટેબલનું કિસાન સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતા કરુણ મોત નિપજ્યું ! ઘટના ત્યારે બની જ્યારે…

ઘણી વખત એવી ઘટના ઓ બનતી હોય છે કે જે આપણી સમજથી બહાર હોય છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ હંમેશા રેલ્વે પર થતી દુર્ઘટના અને લોકો ને રેલ્વે પાટા પર આત્મહત્યા કરવા રોકતા હોય છે ત્યારે નવસારી મા એક દુખઃદ ઘટના સામે આવી છે જેમા એક RPF કોન્સ્ટેબલનું કિસાન સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતા કરુણ મોત નિપજ્યું હતુ.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર નવસારીમા રેલવે પ્રોટેકશન ફોર્સમાં ફરજ બજાવતા 37 વર્ષીય જવાન હર્ષદ પટેલ નુ કિસાન સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. આ ઘટના ત્યારે બની હતી જયારે હર્ષદ પટેલ વેડછા ગામ પાસે રેલવે ટ્રેક પર ચોરી અંગે તપાસ કરી રહ્યા હતા.

આ ઘટના અંગે ની જાણ રેલ્વે આઈલોટે નવસારી રેલવે સ્ટેશન પર કરી હતી. આ ઘટના થી પરીવાર દુખ મા ગરકાવ થયો હતો. RPF કોન્સ્ટેબલ હર્ષદ પટેલના પરિવારમાં બે બાળકો હતા જેમા એક પુત્ર 7 વર્ષ નો અને એક પુત્ર 13 વર્ષ નો છે. હર્ષદ પટેલ છેલ્લા 16 વર્ષ થી નવસારી મા નોકરી કરી રહ્યા હતા અને હવે થોડા દિવસો મા તેમની બદલી અન્ય સ્ટેશને થવાની હતી આ પહેલા જ હર્ષદ ને કાળ ભરખી ગયો હતો.

ઘટના ની જાણ થતા જ પરીવાર પર દુખ નો પહાડ તૂટી પડ્યો હતો રેલ્વે મા કામ કરતા દરેક કર્મચારી ના સાવચેતી અંગે ના સુચનો આપવામા જ આવ્યા હોય છે છતા ઘણીવખત કુદરત સામે આપણે લાચાર બનીએ છીએ. ખરેખર આ ઘટના ખુબ દુખઃદ છે ભગવાન તેમના પરીવાર ને દુખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!