Gujarat

અમદાવાદ ના રીક્ષા વાળા ની પ્રામાણિકતા જુઓ ! NRI મહિલા દોઢ લાખનો આઈફોન અને

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભાગ્ય જ કોઈ વ્યક્તિમાં માનવતા અને પ્રામાણિકતા જોવા મળે છે. હાલમાં અમદાવાદ ના રીક્ષા વાળા ની પ્રામાણિકતા જુઓ ! NRI મહિલા દોઢ લાખનો આઈફોન અને 5 હજાર રોકડા ભૂલી ગઈ હતી અને ત્યારબાદ રિક્ષાવાળા એ જે કર્યું એ જાણીને ગર્વ થશે. આ ઘટના અંગે જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમેરિકાથી અમદાવાદ આવેલી એનઆરઆઈ મહિલા રિક્ષામાં તેના સંબંધીને ત્યાં જતી વખતે દોઢ લાખનો આઈફોન, 5 હજાર રોકડા અને ઘરની ચાવીઓનો ઝુડો ભરેલું પર્સ મહિલા રિક્ષામાં ભૂલી ગઈ હતી.

આ ઘટના બાદ રીક્ષા ચાલકને આ વાતની જાણ થઈ હતું ત્યારબાદ રિક્ષાચાલકે પ્રમાણિક્તા બતાવી મહિલાને પર્સ પાછું આપી દીધુ હતું. રીક્ષા ચાલક વિશે જાણીએ તો, રિક્ષા ચાલકનું નામ રમેશ પટેલ છે સોમવારે રાતે તેઓ નારણપુરામાં હતા ત્યારે એક 55 વર્ષીય મહિલા તેમની રિક્ષામાં બેઠી હતી. બાદમાં રમેશભાઈ રિક્ષા લઈને નવરંગપુરા તરફ ગયા હતા.

આ દરમિયાન જ રીક્ષામાં બેઠેલી એક યુવતીએ તેમની રિક્ષામાં કોઇ મહિલાનું પર્સ પડ્યું હોવાનું જણાવતાં રમેશભાઈએ તે પર્સને પોતાની પાસે રાખી, ઘરે પહોંચી પોતાના દીકરાને તે પર્સ આપીને અંદર કોઈ આઈડી પ્રૂફ કે કોન્ટેક્ટ નંબરની તપાસ કરવાનું કહ્યું હતું ત્યારબાદ ફોન કરીને રમેશભાઈએ પર્સ લેવા માટે મહિલાને કાલુપુર બોલાવીને મહિલાને પર્સ પરત સોંપ્યું હતું.

મહિલાએ પર્સ ખોલીને જોયું તો એક પણ વસ્તુ આઘીપાછી થઈ ન હતી. મહિલાએ રિક્ષાચાલકનો આભાર માન્યો હતો. ​​​​​​​
​​​​​​​મહિલાને તેનું પર્સ પરત મળતા તેણે ખુશ થઈને રૂ.1 હજાર રિક્ષાચાલકને આપ્યા હતા. ચાલકે પૈસા લેવાની ના પાડતા મહિલાએ ચાલકની દીકરીને ભેટ સ્વરૂપે રૂ.1 હજાર આપ્યા હતા. રિક્ષાચાલકને વસ્ત્રાલથી કાલુપુર આવ્યાનું ભાડું પણ મહિલાએ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!