રીક્ષા વાળાને 25 કરોડ ની લોટરી લાગી પણ હવે અધધધ… આટલા કરોડ તો ટેક્સ મા જ આપી દેવા પડશે…જાણો વિગતે
ભગવાનને ઘરે દેર છે પણ અંધેર નથી. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે અને આમ પણ આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે, નસીબમાં જ્યારે જે લખેલું હોય એ આપો આપ મળી જ જાય છે. હાલમાં જ આવી ઘટના સામે આવી છે. તમને જાણીને આશ્ચય થશે કે, કેરળના તિરુવનંતપુરમ શહેરમાં રહેતા આ રિક્ષા ડ્રાઈવરનું કિસ્મતના દરવાજા ખુલી ગયા અને રાતોરાત કરોડપતિ બની ગયો.
વાત જાણે એમ છે કે, અનૂપ નામના આ વ્યક્તિએ ઓણમ બંપર લોટરીમાં 25 કરોડ રુપિયા જીત્યા છે. લોટરીનું પ્રથમ ઈનામ તેમના હાથ લાગ્યું છે પરંતુ પહેલું કહેવાય ને આપણા ઘરે ટીવી આવે અને ખુશી પાડોશીઓને થાય. આવી જ ઘટના અનુપ સાથે બની છે. સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અનૂપે 25 કરોડની લોટરીની રકમ પર 10 કરોડ રુપિયા ટેક્સ ભરવો પડશે.
હવે તમે જ વિચારો કે, લોટરી સરકારને લાગી છે કે, અમુપને!અનૂપ રિક્ષા ચલાવીને ઘર ચલાવે છે, હાલમાં જ તેણે મલેશિયામાં એક શેફની નોકરી શોધી અને ત્યાં જવાની તૈયારી શરુ કરી હતી. તેણે આ માટે 3 લાખ રુપિયાની લોન લેવા અરજી પણ કરી હતી અને બીજા જ દિવસે તેને 25 કરોડની લોટરી લાગી ગઈ. હવે અનુપની મલેશિયા પણ જવાની કોઈ યોજના નથી. અનુપ 22 વર્ષથી લોટરી ટિકિટ ખરીદતો હતો અને અત્યાર સુધી મને સો રૂપિયાથી પાંચ હજાર સુધી મળતા હતા પરંતુ હવે તેને 25 કરોડની લોટરી લાગી.
25 કરોડ મળ્યા છતાં પણ અનૂપને માત્ર 15.75 કરોડ રુપિયા મળ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક લોકોએ મિમ્સ શેર કરીને અનુપની દુઃખની લાગણી અને સરકારની ખુશીને વ્યક્ત કરી છે.એક યુઝરે અક્ષય કુમારની ફિલ્મના વાયરલ સીનનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું કે સરકાર આ પ્રકારે અનૂપ પાસેથી હિસ્સો માંગી રહી છે. અન્ય એક યુઝરે નિર્મલા સીતારમણનો ફોટો શેર કરીને લખ્યું કે, એક કરોડ ઈલેક્ટોરલ બોન્ડ પણ આપવો પડશે. આ ઘટનામાં અનુપ સાથે થોડું દુખ થયું પણ ચાલશે. ટેક્સના આટલા બધા પૈસા આપવા પડશે પરંતુ તેને જે મળી તે રકમ પણ ઓછી નથી.