બૉલીવુડ તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વખત છવાય ગયો સન્નાટો ! આ દિગ્ગ્જ અભિનેતાનું 66 વર્ષની વયે નિધન, બૉલીવુડની અનેક ફિલ્મો કરી ચૂકેલ..
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, હજી કાલે જ એક દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર સામે આવ્યા હતા જેને લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાયો હતો એવામાં હાલ એક ફરી વખત દુઃખના વાદળો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છવાય ગયા છે કારણ કે હજુ એક મોટા અભિનેતાનું નિધન થયું છે.
66 વર્ષીય રિયો કાપડિયાને 13 સપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું જેના સમાચાર તેમના જ મિત્ર ફૈજલ માલિકે આપ્યા હતા,15 સપ્ટેમ્બરના રોજ રિયો કાપડિયાનો અંતિમ સંસ્કાર મુંબઈના ગોરેગાંવના શિવધામની અંદર આવેલ શમશાનઘાટમા કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે, અભિનેતા રિયો કાપડિયાને પરિવારમાં એક પત્ની અને બે બાળકો છે જે હાલ પિતા વિહોણા બની ગયા છે.
તમને જણાવી દઈએ કે રિયો કાપડિયાએ “ચક દે ઇન્ડિયા”,”હેપ્પી ન્યુ ઈયર”,”ખુદા હાફિઝ” અને “દિલ ચાહતા હૈ” જેવી મોટી મોટી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે,રિયો કાપડિયાએ ઓટિટિ પ્લેટફોર્મ પર પણ પોતાનો જલવો બતાવી ચૂકેલ છે, તેઓએ છેલ્લી વખત એમેઝોન પ્રાઈમ પર આવેલ”મેડ ઈન હેવન સીઝન 2″ મૃણાલ ઠાકુરના પિતાના રોલમાં જોવા મળ્યા હતા,એવામાં તેઓનું આવી રીતે દુઃખદ નિધન થતા બૉલીવુડ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ફિલ્મો તથા ઓટિટિ સિનેમાની સાથો સાથ તેઓ અનેક ટીવી શોમાં પણ પોતાનો રોલ ભજવી ચૂકેલ છે, તેઓએ ‘સપને સુહાને લડકપન કે’,’કુટુંબ’.’જુડવા રાજા’ અને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ જેવા ટીવી શોમાં કરમ કર્યું હતું, તેઓ એક કલાકાર હોવાની સાથો સાથ એક મોટા સ્કેટચ આર્ટિસ્ટ પણ હતા, તેઓ પોતાના સ્કેચની અનેક ઝલકીઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા રહેતા.