Gujarat

RJ કૃણાલ ની પત્ની બાદ હવે પિતાએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી,સ્યુસાઇડ નોટમાં આત્મહત્યાનું કારણ જાણવા…

ગુજરાતમાં અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે અમદાવાદનાં પ્રખ્યાત રેડિયો જોકી કૃણાલના પિતા ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત કરી મોતને વ્હાલું કર્યું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. ઇશ્વરભાઇની જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મૃત હાલતમાં દેહ મળી આવેલ.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, અમદાવાદને મિર્ચી મુર્ગા નામે હસાવનાર રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી લિધી. તેમણે એક સ્યૂસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.કૃણાલની પત્ની વિશે જાણીએ તો, વર્ષ 2016ની 21 જાન્યુઆરીએ આરજે કૃણાલની પહેલી પત્ની ભૂમિ દેસાઈએ આનંદનગરના 100 ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી ભૂમિએ માત્ર બે મહિનાના લગ્નગાળામાં જ આત્મહત્યા કેમ કરી લીધી હતી.

પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, એક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા પછી પ્રેમસંબંધ બંધાતાં પરિવારની સંમતિથી તા. 24-11-2015ના રોજ ભૂમિએ કૃણાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતાં ભૂમિએ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો ખૂલી હતી. ત્યારે હવે તેમના પિતાએ પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!