મોપેડ ને ટક્કર મારતાં મારતા ક્રિષ્નાબેન પટેલ નુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું! સાત વર્ષના પુત્ર…
રાજય મા રોજ બરોજ કયાંક ને કયાંક અકસ્માત ની ઘટના ઓ બની રહી છે ત્યારે રોડ પર બેફામ રીતે દોડતા ટ્રકો ના લીધે પણ કયાંક ને કયાંક કોઈ ને કોઈ જીવ ગુમાવતું હોય છે ત્યારે ફરી એક એવી જ એક ઘટના સામે આવી છે જેમા એક 28 વર્ષિય મહીલા પોતાની નોકરીએ જતી હતી ત્યારે બેફામ રીતે ટ્રકે ટક્કર મારતા મહીલાનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર નવાસારી ના એરુ ઈટાળવા રોડ પર અકસ્માત ની ઘટના બની હતી જેમા એક 28 વર્ષિય મહીલા નુ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. આ ઘટના ત્યારે બની જ્યારે મહીલા પોતાના મોપેડ થી સવારે પોતાની નોકરીએ જઈ રહી હતી ત્યારે કાળ બનીને આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારતા મહીલા નીચે પટકાઈ હતી અને માથાના ભાગે ગંભિર ઈજાઓ પહોંચી હતી જયારે મહીલા નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
અકસ્માત નો ભોગ બનનાર મહીલાનુ નામ ક્રિષ્ના અશ્વિન પટેલ કે જેવો સામાપુરથી જ્વેલરીની કંપનીમાં નોકરી પર જવા નીકળ્યા હતા તેવો ને રસ્તા મા સવારે 8:30 કલાંક અકસ્માત નડ્યો હતો. ક્રિષ્નાબેન ના પતિ અશ્વિન ભાઈ વેલ્ડિંગનું કામ કરે જયારે સંતાન મા એક સાથે વર્ષ નો પુત્ર છે. એક ટ્રક ચાલક ના લીધે એક નાનો એવો હસતા ખેલતા પરીવાર મા માતમ છવાયો હતો.
ઘટના બાદ ટ્રક ચાલક વિરુધ્ધ લોકો મા રોષ જોવા મળ્યો હતો અને ટ્રકચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.