Gujarat

એક ટાયર ફાટતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે પાંચ લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા

હાલ હમણાં વાહન વ્યવહાર નું પ્રમાણ વધી જતા અકસ્માત ખુબજ વધી ગયા છે, તેવીજ એક દર્દનાક અકસ્માત ની ઘટના ગુજરાત ના ગોંડલ માં બની છે, વાત કરીએ તો ગોંડલ નજીક કારનું ટાયર ફાટતા કાર ડીવાઇડર ને કુદી સામેની રોંગ સાઈડ માં ST બસ સાથે મોટા ધડાકાભેર અથડાઈ, અથડાતા ની સાથે ઘટના સ્થળે 5 ના મૃત્યુ થયા અને 2 ને ઈજા થયેલી છે.

ઘટના ની વાત કરીએ તો આ કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. ગોંડલ નજીક ભોજપરા અબે બીલયાળા વચ્ચે આ કારનું ટાયર અચાનક ફાટતા આ કાર ડિવાઈડર કુદી સામેની બાજુ આવતી ST બસ સાથે ખુબજ ધડાકાભેર અથડાઈ અને આ થતા ની સાથે ઘટના સ્થળે ટ્રાફિકજામ થઇ ગયો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને આ કાર ની હાલત જોઈએ તો કાર ના ચૂરે ચુરા થઇ ગયા હતા. અને તેની આગળનો ભાગ સાવ તૂટી ગયો હતો.

આ દર્દનાક ઘટના થતા ત્યાના લોકોમાં અરેરાટી મચી ગઈ હતી. અકસ્માત ના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા, અને તાત્કાલિક ત્યાના લોકોને ૧૦૮ ને ફોન કરી દીધો અને ત્યાની હાઇવે ની ઓથોરીટી સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી,

અને ૧૦૮ મારફતે મૃત્યુ પામેલ ૫ વ્યક્તિઓ ને પીએમ માટે અને ઈજાગ્રસ્તો ને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. થોડી જ ક્ષણોમાં નેશનલ હાઇવે પર રક્તરંજીત બનતા અરેરાટીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!