કાર ચાલકે અડફેટે લેતા બે યુવકો દુર સુધી ફંગોળાયા! જુવો સીસીટીવી વિડીઓ
હાલના સમયમાં લોકોને બધા કામ માં ખુબજ ઉતાવળ આવી ગઈ છે, પણ એ સમજાતું નથી કે એવી તો શું ઉતાવળ કે આપણું અને બીજાનો જીવ જોખમમાં મૂક્યે ,અને ઘણીવાર અને વાહન વ્યવહાર વધી જતા લોકો પોતાના કામ ઝડપથી કરવા માટે પોતાનું વાહન ખુબજ ઝડપથી ચલાવવા માંગતા હોઈ છે, અને ઘણીવાર આના કારણે બેકસુર વ્યક્તિઓ ને પણ ખુબજ નુકશાન થતું હોઈ છે,
આવીજ એક વાત કરીએ તો પંજાબમાં એક ઝડપી કારે રોડ ક્રોસ કરવા માટે ડિવાઈડર પર ઉભેલા બે લોકોને ટક્કર મારી હતી. અને એ બંને વ્યક્તિ ૨૫ ફૂટ દુર પડ્યા હતા. અને આ સ્પીડ કાર સ્ટ્રીટ લાઈટના પોલ સાથે અથડાઈ અને લગભગ ૧૦ ફૂટ હવામાં ઉછાળીને રોડ પર પડી. આવી ભયાનક દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
ઘટના ની વાત કરીએ તો ખારર લુધિયાણા હાઇવે પર રવિવાર બપોરે ૨:૩૦ વાગ્યે ના સમયગાળામાં એક કારે ખરાર થી લુધિયાણા તરફ જઈ રહી હતી, કાર જયારે યુનિવર્સીટી પાસે પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર હાઇવે ને વચ્ચોવચ્ચ આવેલી સ્ટ્રીટ લાઈટ ના પોલ પર ચઢી હતી, અને લગભગ ૧૨ વાર પલટી મારી હતી. અને ખુબ દુર જતી રહી અને ઓવર બ્રીજ સાથે અથડાઈ હતી. અને ડિવાઈડર પર ઉભેલા બે વ્યક્તિઓ ને ટક્કર મારી.
કાર ની અંદર બેસેલા પાંચ યુવકો હતા, તેમાં કાર ચાલક સંજીત કુમાર ઉપરાંત વિક્રમજીત, રાહુલ યાદવ અને અંકુશ ને ઈજા થઇ હતી, અને કાર ચાલક સંજીતકુમાર નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અને બીજા એની સાથે સાથે રહેલા બીજા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખરાર થી સેક્ટર ૧૬ હોસ્પિટલ ચંડીગઢ માં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કાર માં દારૂની બોટલ મળી આવેલી છે, અને આ ઘટના ની પોલીસે તપાસ આગળ હાથ ધરી છે.
#accident #panjab #livenews pic.twitter.com/cjY4quW9BF
— Gujarat Coverage (@gujaratcoverage) November 30, 2021