Gujarat

ભાવનગર નો RPF નો જવાન ગુમ થયો ! સ્યુસાઇડ નોટ મા ઉપરી અધિકારીઓ વિશે એવી વાત લખી કે…

આજના સમયમાં વ્યક્તિઓ જીવનની નાની મુશ્કેલીઓનો સામનો કરવામાં બદલે આપઘાતનો માર્ગ પસંદ કરે છે. હાલમાં જ આવી એક ચોંકાવનારી ઘટના RPFનાં અધિકારી સાથે બની છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતો આરપીએફ જવાન મયુરદાન ગઠવી ગુમ થતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી છે, આ નોટમાં તેમને અધિકારીઓ વિશે ચોંકાવનારી વાત જણાવી.

પરિવાર જનોએ આ અંગે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણાં સમયથી આરપીએફ જવાન તરીકે ફરજ બજાવતો મયુરદાન ગઢવીએ પોતાની નોટમાં કહ્યું કે, મારા ઉપરી અધિકારીઓ મને વારંવાર હેરાન કરતા તેમજ મને ટોર્ચરીંગ કરે છે. તેમજ મારા માતા-પિતાની તબિયત સારી ન હોવાથી મારી બદલી મારા મૂળ વતનમાં કરવાના બદલે રતલામ ખાતે કરી છે અને આખરે સતત માનસિક ત્રાસ નાં લીધે આવું પગલું ભર્યું એવું જણાવેલ છે.

પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ જવાનનો પરિવાર રોજકોટમાં રહે છે. ભાવનગરમાં રેલવે આરપીએફમાં ફરજ બજાવી રહેલો જવાન છેલ્લા 3 દિવસથી ગૂમ થતા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ. આ અંગે ભાવનગરના એએસપી સફિન હસન સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકલ ક્રાઈમ બ્રાંચ અને ડી ડિવિઝન પોલીસ સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે અને મોબાઈલના લોકેશન ટ્રેક મેળવી શોધખોળ હાથ ધરી છે.

સ્યુસાઇડ નોટમાં તો વિગતવાર જણાવ્યું હતું કે,આ નોટમાં ઉલ્લેખ કરતા જવાને વધુમાં જણાવ્યું હતું કે, મારા વ્હાલા બાળકો રીનુ અને સમર જે મને મારી જાનથી પણ વધારે વ્હાલા છે. મારા પત્ની જે મને ખૂબ પ્રેમ આપ્યો છે, મારા માતા- પિતા મને માફ કરજો હું આપ બંને બીમાર હોવા છતાં આપની સેવા ન કરી શકયો તે માટે હું આખા પરિવારની માફી માગું છું.

હું આરપીએફ અધિકારીઓથી કંટાળીને આ પગલું ભરવા જઈ રહ્યો છું. મારા મુંબઈના અધિકારીને એવું લાગે છે કે, હું આતંકવાદી કરતા પણ ખરાબ છું,કે, તને જીવનમાં કાંઈ દિવસ રાજકોટ નહીં જવા દઈએ. 2017 થી મને મારા વિભાગ અને તેના અધિકારીઓ હેરાન કરે છે. હું મારા ડીજી સાહેબને વિનંતી કરું છું કે, મારા જેવું પગલું બીજી વાર કોઈ ના ભરે તેનું ધ્યાન રાખજો અને મારા પરિવારને ન્યાય આપજો… મારી સાથે મારા આરપીએફ જવાનો મને માફ કરજો આ તમારી સાથે ન બને એટલે આ પગલું ભરુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!