રાધિકાના ઘર આંગણે રૂડો માંડવો રોપયો! જુઓ અનંત અને રાધિકાના માંડવાની અને ગ્રહશાંતિ પૂજાનો વિડીયો આવ્યો સામે..
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ થવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા આ કપલની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
તાજેતરમાં, બંને પરિવારોએ સમૃદ્ધિ અને સુખ માટે પ્રાર્થના કરીને ગ્રહ શાંતિ પૂજાનું આયોજન કર્યું હતું. ‘એપિક સ્ટોરીઝ’ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાંજોઈ શકશો કે પરિવારે આ પ્રસંગ ખુબ જ ધામધુમથી ઉજવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકશો કે રાધિકાએ પરંપરાગત ગુજરાતી સાડી પહેરેલી છે. તેણીએ હળવો મેકઅપ રાખ્યો છે અને માંગ ટીક્કા અને ‘બ્રાહ્મી નાથ’થી તેના દેખાવને શણગાર્યો છે. તે જ સમયે, અનંત લાલ રંગના કુર્તા-પાયજામા અને નેહરુ જેકેટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
પૂજામાં દંપતીની કુળદેવી માને સમર્પિત ધાર્મિક વિધિઓ પણ સામેલ હતી, જેમાં તમામ નવ ગ્રહોના પ્રભાવને સંતુલિત કરવા પ્રાર્થના કરવામાં આવી હતી. વીડિયોમાં રાધિકા અનંતને હાર પહેરાવતી અને પછી એકબીજાને ગળે લગાવતી જોઈ શકાય છે. આ ખાસ અવસર પર અંબાણી પરિવારના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા.આ લગ્ન ચોક્કસપણે આ વર્ષના સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંથી એક હશે. અમે દંપતીને તેમની નવી શરૂઆત માટે શુભેચ્છા પાઠવીએ છીએ!